Home> India
Advertisement
Prev
Next

MPમાં BJP નેતાઓની બેઠક, શિવરાજ સિંહે કહ્યું- કોંગ્રેસ મૂંઝવણમાં છે

એક્ઝીટ પોલમાં કહેવામાં આવી રહ્યું છે કે મધ્યપ્રદેશમાં સત્તા બદલાવવા જઇ રહી છે. જોકે, કેટલાક સર્વેમાં આ પણ દેખાડવામાં આવ્યું છે કે શિવરાજ સિંહ ચૌહાણ ચૌથી વાર સરકાર બનાવવામાં સફળ રહેશે. આ દુવિધા વચ્ચે મધ્ય પ્રદેશ ભાજપના નેતાઓની ભોપાલ સ્થિત પાર્ટી મુખ્ય ઓફિસમાં બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં શિવરાજ સિંહ ચૌહાણ, પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ રાકેશ સિંહ, પ્રદેશના નિવર્તમાન ગૃહમંત્રી ભૂપેન્દ્ર સિંહ, સંસદ મનોહર અટવાર હાજર રહ્યાં છે. આ ઉપરાંત પાર્ટીના કેટલાક પદાધિકારીઓ આ બેઠકમાં સામેલ થયા છે.

MPમાં BJP નેતાઓની બેઠક, શિવરાજ સિંહે કહ્યું- કોંગ્રેસ મૂંઝવણમાં છે

ભોપાલ: એક્ઝીટ પોલમાં કહેવામાં આવી રહ્યું છે કે મધ્યપ્રદેશમાં સત્તા બદલાવવા જઇ રહી છે. જોકે, કેટલાક સર્વેમાં આ પણ દેખાડવામાં આવ્યું છે કે શિવરાજ સિંહ ચૌહાણ ચૌથી વાર સરકાર બનાવવામાં સફળ રહેશે. આ દુવિધા વચ્ચે મધ્ય પ્રદેશ ભાજપના નેતાઓની ભોપાલ સ્થિત પાર્ટી મુખ્ય ઓફિસમાં બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં શિવરાજ સિંહ ચૌહાણ, પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ રાકેશ સિંહ, પ્રદેશના નિવર્તમાન ગૃહમંત્રી ભૂપેન્દ્ર સિંહ, સંસદ મનોહર અટવાર હાજર રહ્યાં છે. આ ઉપરાંત પાર્ટીના કેટલાક પદાધિકારીઓ આ બેઠકમાં સામેલ થયા છે.

fallbacks

મળતી જાણકારી અનુસાર, આ બેઠકમાં આવતી ચૂંટણીના પરિણામ પર ચર્ચા કરવામાં આવી હતી. શિવરાજ સિંહે તેમના નેતાઓને કહ્યું કે કોંગ્રેસ મૂંઝવણમાં છે. આપણે જે લક્ષ્ય નક્કી કર્યું છે તેના ખુબ નજીક છીએ. સુત્રોના અહેવાલ મુજબ કહેવામાં આવ્યું છે કે શિવરાજ સિંહ અને રાકેશ સિંહ પાર્ટીના કાર્યકર્તાઓથી ઓડિયો બ્રિજ દ્વારા ચર્ચા કરશે.

રવિવાર સવારે 11 વાગ્યાથી મુખ્યમંત્રી શિવરાજ સિંહ અને પ્રદેશ અધ્યક્ષ રાકેશ સિંહ ઓડિયો બ્રિજ દ્વારા કાર્યકર્તાઓ સાથે વાત કરશે અને તેમને પ્રોત્સાહિત કરવાનું કામ કરશે. તે દરમિયાન પ્રદેશ પદાધિકારીઓ અને જિલ્લા અધ્યક્ષોનું કાઉન્ટિંગને લઇ ટિપ્સ આપશે. તે પહેલા ભોપાલમાં શનિવારે બેઠક થવાની હતી. પરંતુ આ બેઠકને રદ કર્યા બાદ પાર્ટીએ કાર્યકર્તાઓ સાથે વાત કરવા માટે હાઇટેક રીત અપનાવી છે.

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More