Home> India
Advertisement
Prev
Next

MP By Election Exit Polls 2020: મધ્યપ્રદેશમાં બચી જશે શિવરાજની સરકાર, આટલી સીટ મળશે

મધ્ય પ્રદેશ  (Madhya Pradesh)મા 28 વિધાનસભા સીટો પર થયેલી પેટાચૂંટણીનું પરિણામ 10 નવેમ્બરે આવશે. પરિણામ પહેલા પ્રદેશના મતદાતાના મનમાં શું ચાલી રહ્યું છે તેનું અનુમાન તમને એક્ઝિટ પોલમાં મળી જશે.

MP By Election Exit Polls 2020: મધ્યપ્રદેશમાં બચી જશે શિવરાજની સરકાર, આટલી સીટ મળશે

ભોપાલઃ મધ્ય પ્રદેશ  (Madhya Pradesh)મા 28 વિધાનસભા સીટો પર થયેલી પેટાચૂંટણીનું પરિણામ 10 નવેમ્બરે આવશે. પરિણામ પહેલા પ્રદેશના મતદાતાના મનમાં શું ચાલી રહ્યું છે તેનું અનુમાન તમને એક્ઝિટ પોલમાં મળી જશે. કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ જ્યોતિરાદિત્ય સિંધિયા (Jyotiraditya Scindia) મોટુ પગલું ભર્યા બાદ યોજાયેલી પેટાચૂંટણી ઘણી રીતે ખાસ રહી. 

fallbacks

India Today-Axis My India
મધ્ય પ્રદેશમાં 28 વિધાનસભા સીટો પર પેટાચૂંટણી થઈ હતી. ઈન્ડિયા ટુડે-એક્સિસ માઈ ઈન્ડિયાના એક્ઝિટ પોલમાં ભાજપે બાજી મારી છે. અહીં ભાજપના ખાતામાં 16-18 સીટો અને કોંગ્રેસના ખાતામાં 10-12 સીટો જઈ શકે છે. ભાજપને 46 ટકા તો કોંગ્રેસને 43 ટકા મત મળવાનું અનુમાન છે. શિવરાજ સિંહ ચૌહાણ પોતાની સરકાર બચાવતા જોવા મળી રહ્યાં છે. પરંતુ જ્યોતિરાદિત્ય સિંધિયાના ગઢમાં કમલનાથ નુકસાન પહોંચાડવામાં સફળ રહ્યા છે. 

#MahaExitPollOnZee: એક્ઝિટ પોલમાં જાણો બિહારમાં કોની બની રહી છે સરકાર  

Bhaskar Exit Poll
ભાસ્કરના એક્ઝિટ પોલ પ્રમાણે મધ્યપ્રદેશ પેટાચૂંટણીમાં 14થી 16 સીટો ભાજપને તો કોંગ્રેસને 10થી 13 સીટો મળવાનું અનુમાન છે. હકીકતમાં અહીં 69.93 ટકા મતદાન થયું જે 2018 વિધાનસભા ચૂંટણીમાં આ સીટો પર થયેલા એવરેજ મતદાનની તુલનામાં 3 ટકા ઓછુ છે.

હાલમાં આ છે વિધાનસભાની સ્થિતિ
ગૃહમાં ભાજપના 107 ધારાસભ્યો છે અને ભાજપને બહુમતના આંકડા સુધી પહોંચવા માટે 8 સીટોની જરૂર છે. 25 કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા બાદ તેના ખાતામાં 87 ધારાસભ્યો છે. એટલે કે દેશના દિલમાં સરકાર બચાવવા માટે ભાજપને માત્ર 8 સીટોની જરૂર છે. કારણ કે બહુમતના આંકડા સુધી પહોંચવા માટે કોંગ્રેસે 28 સીટ જીતવી પડશે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More