Home> India
Advertisement
Prev
Next

હવે મહારાજ અને શિવરાજ બંન્ને ભાજપમાં: પૂર્વ સીએમ ચૌહાણ

શિવરાજ સિંહે કહ્યું, 'લગભગ 18 મહિના પહેલા 2018માં તેમણે કોંગ્રેસ પાર્ટી માટે કામ કર્યું હતું. પરંતુ કમલનાથની સરકારે મધ્યપ્રદેશને તબાહ અને બરબાદ કરી દીધું છે. 

હવે મહારાજ અને શિવરાજ બંન્ને ભાજપમાં: પૂર્વ સીએમ ચૌહાણ

ભોપાલઃ જ્યોતિરાદિત્ય સિંધિયા (Jyotiraditya Scindia) ભાજપમાં જોડાતા મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે ભોપાલમાં એક પત્રકાર પરિષદ યોજીને કહ્યું કે, 'હું જ્યોતિરાદિત્ય સિંધિયાનું પાર્ટીમાં સ્વાગત કરુ છું, મને આશા છે કે પાર્ટીમાં તેમના આવ્યા બાદ પ્રદેશમાં પહેલાથી મજબૂત ભારતીય જનતા પાર્ટીને વધુ મજબૂતી મળશે.'

fallbacks

શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું, 'રાજમાતા વિજય રાજે સિંધિયાનું માર્ગદર્શન અમને સદાય મળતું રહ્યું છે. આજે તેમના પૌત્ર જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં સામેલ થયા છે. જ્યોતિરાદિત્ય યુવા અને ઉર્જાવાન નેતા છે. તે એવી પરંપરામાંથી આવે છે જેણે રાજનીતિને જનતાની સેવાનું માધ્યમ માન્યું છે.'

શિવરાજ સિંહે આગળ કહ્યું, 'લગભગ 18 મહિના પહેલા 2018માં તેમણે કોંગ્રેસ પાર્ટી માટે કામ કર્યું હતું. પરંતુ કમલનાથની સરકારે મધ્યપ્રદેશને તબાહ અને બરબાદ કરી દીધું છે. વચનો પાળ્યા નથી. વચનો તોડવામાં આવ્યા છે. કમલનાથ સરકારે ભ્રષ્ટાચારના નવા રેકોર્ડ બનાવ્યા છે. ભાજપની જનકલ્યાણકારી યોજનાઓને બંધ કરી છે.'

તેમણે કહ્યું, ખેડૂતો, માતાઓ, બહેનો આ સરકારથી પરેશાન છે અને તેની ટીકા કરી રહી છે. તેથી સિંધિયા જી આજે પીએમ મોદી પર વિશ્વાસ વ્યક્ત કરતા રાષ્ટ્રની સેવા માટે ભાજપને પસંદ કર્યું છું. હું તેમનું દિલથી સ્વાગત કરુ છું. તેમના આવવાથી ભાજપને મધ્ય પ્રદેશમાં વધુ મજબૂતી મળશે. દેશભરમાં સિંધિયા જીની સક્રિયતાનો લાભ ભાજપને મળશે.

સિંધિયાજીનું પાર્ટીમાં સ્વાગત કરતા શિવરાજ સિંહે કહ્યું કે, 'ભાજપ મધ્ય પ્રદેશ પરિવાર સિંધિયાજીનું ખુબ સ્વાગત કરે છે. તેમણે કહ્યું કે, હવે શિવરાજ અને મહારાજ બંન્ને ભાજપમાં છે.' મહત્વનું છે કે મધ્યપ્રદેશના પૂર્વ સીએમ અને ભાજપના નેતા શિવરાજ સિંહ ચૌહાણે દિલ્હીમાં જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં સામેલ થયા બાદ શિવરાજ સિંહે દિલ્હીમાં પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન જ્યોતિરાદિત્ય સિંધિયાના ફઈ અને ભાજપના નેતા યશોધરા સિંધિયા પણ હાજર હતા. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More