Home> India
Advertisement
Prev
Next

MPમાં સરકાર બનાવવાની તૈયારીમાં ભાજપ! કાયદાકીય સલાહ લઈ રહ્યાં છે રાજ્યપાલ


મધ્ય પ્રદેશમાં રાજકીય તોફાન ચાલી રહ્યું છે. જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થનમાં કોંગ્રેસના 22 ધારાસભ્યોએ પાર્ટીમાંથી રાજીનામાં આપી દીધા છે. આ વચ્ચે દિલ્હીથી ભોપાલ સુધી રાજકીય તોડજોડ ચાલી રહી છે. 

MPમાં સરકાર બનાવવાની તૈયારીમાં ભાજપ! કાયદાકીય સલાહ લઈ રહ્યાં છે રાજ્યપાલ

ભોપાલઃ મધ્યપ્રદેશમાં રાજકીય તોફાન ચાલી રહ્યું છે. હોળીના જશ્ન વચ્ચે જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસના રંગમાં ભંગ મેળવી દીધો છે. 18 વર્ષ સુધી કોંગ્રેસના હાથનો સાથ આપનાર જ્યોતિરાદિત્ય સિંધિયાએ મુખ્યપ્રધાન કમલનાથ અને પાર્ટીના સીનિયર નેતાઓથી નારાજગીને કારણે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. સિંધિયાના સમર્થનમાં કોંગ્રેસના 22 ધારાસભ્યોએ પાર્ટીને બાય-બાય કરી દીધું છે. 

fallbacks

આ વચ્ચે દિલ્હીથી ભોપાલ સુધી રાજકીય તોડજોડ ચાલી રહી છે. ભાજપના નેતા ગોપાલ ભાર્ગવ, નરોત્તમ મિશ્રા સહિત પાર્ટીના ઘણા નેતાઓએ વિધાનસભા સ્પીકર એનપી પ્રજાપતિ સાથે મુલાકાત કરી અને 19 કોંગ્રેસ ધારાસભ્યોના રાજીનામાં સોંપ્યા છે. ભાજપના ધારાસભ્યો મળ્યા બાદ વિધાનસભા સ્પીકરે કહ્યું કે, નિયમો પ્રમાણે પગલાં ભરવામાં આવશે. 

તો મધ્ય પ્રદેશના રાજ્યપાલ આ સમયે લખનઉમાં છે. રાજ્યમાં ચાલી રહેલી રાજકીય ગતિવિધિ વચ્ચે રાજ્યપાલ કાયદાકીય સલાહ લઈ રહ્યાં છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More