Home> India
Advertisement
Prev
Next

સંસદમાં Covid ટેસ્ટ પોઝિટિવ, જયપુરમાં ટેસ્ટ નેગેટિવ... સાસંદ હનુમાન બોલ્યા- કોને સાચો માનુ

સાંસદ હનુમાન બેનીવાલ એકવાર ફરી કોરોનાથી સંક્રમિત થયા છે. સંસદ સત્ર પહેલા સાંસદોના કોરોના ટેસ્ટમાં તેઓ પોઝિટિવ આવ્યા છે. બાદમાં જયપુરમાં કરાયેલ ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. 
 

સંસદમાં Covid ટેસ્ટ પોઝિટિવ, જયપુરમાં ટેસ્ટ નેગેટિવ... સાસંદ હનુમાન બોલ્યા- કોને સાચો માનુ

નવી દિલ્હીઃ નાગૌર લોકસભા સીટથી સાંસદ હનુમાન બેનીવાલ (Hanuman Beniwal) એકવાર ફરી કોરોના સંક્રમિત થયા છે. સંસદ સત્ર પહેલા સાંસદોની કોવિડ-19 ટેસ્ટમાં તેઓ 'પોઝિટિવ' આવ્યા છે. ત્યારબાદ જયપુરમાં કરાવેલ તપાસમાં નેગેટિવ આવ્યા છે. મહત્વનું છે કે નાગૌરથી સાંસદ હનુમાન બેનીવાલને પહેલા પણ કોરોના થઈ ચુક્યો છે. સારવાર બાદ તેઓ સાજા થઈ ગયા હતા. 

fallbacks

પોઝિટિવ આવ્યા બાદ સાસંદ બેનીવાલે જયપુર SMS મેડિકલ કોલેજમાં ફરી ટેસ્ટ કરાવ્યો. તપાસનો નવો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હકીકતમાં સંસદ સત્ર શરૂ થતાં પહેલા 11 સપ્ટેમ્બરે સાંસદ હનુમાન બેનીવાલે તપાસ માટે સેમ્પલ આપ્યા હતા. આ સેમ્પલ સંસદમાં કોરોના તપાસ માટે આપ્યા હતા. તેનો રિપોર્ટ પોઝિટિવ હોવાની સાંસદને લોકસભા સચિવાલયમાંથી સૂચના મળી હતી. 

બીજીવાર પોઝિટિવ થવા પર સાંસદે ડોક્ટરોની સલાહ લેતા ફરીથી જયપુર SMS મેડિકલ કોલેજમાં તપાસ માટે સેમ્પલ આપ્યા હતા. જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. સાંસદ બેનીવાલે ટ્વીટ કરીને કહ્યુ કે, તે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. સાંસદે ટ્વીટ કરીને લખ્યું- 'મેં લોકસભા પરિસરમાં કોવિડ-19નો રિપોર્ટ કરાવ્યો, જે પોઝિટિવ આવ્યો. ત્યારબાદ જયપુર સ્થિત SMS મેડિકલ કોલેજમાં તપાસ કરાવી જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો. બંન્ને રીપોર્ટ તમારી સાથે શેર કરી રહ્યો છું. આખરે ક્યા રિપોર્ટને સાચો માનવામાં આવે.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More