Home> India
Advertisement
Prev
Next

MP: કમલનાથ જૂથનો દાવો- હજુ પણ છે બહુમત, નારાજ ધારાસભ્યોને મનાવવા જશે ત્રણ દૂત


કર્ણાટકમાં રહેલા નારાજ ધારાસભ્યોને મનાવવા માટે કમલનાથ સજ્જન સિંહ વર્મા સહિત ત્રણ મંત્રીઓને કર્ણાટક મોકલી રહ્યાં છે. પીસી શર્માએ પત્રકારોને વાતચીતમાં કહ્યું કે, કોંગ્રેસના ધારાસભ્યોને છેતરવામાં આવ્યા છે. સ્પીકરને જે રાજીનામાનો પત્ર આપવામાં આવ્યો તે દબાવમાં લખાવવામાં આવ્યો છે. 

MP: કમલનાથ જૂથનો દાવો- હજુ પણ છે બહુમત, નારાજ ધારાસભ્યોને મનાવવા જશે ત્રણ દૂત

ભોપાલઃ મધ્ય પ્રદેશની રાજનીતિમાં જ્યોતિરાદિત્યની ચાલની સામે કમલનાથ ઝુકવા તૈયાર નથી. મંગળવારે સાંજે ભોપાલમાં બે મોટી ઘટનાઓ બની છે. પહેલા મધ્યપ્રદેશમાં નેતા વિપક્ષ ગોપાલ ભાર્ગવ અને નરોત્તમ મિશ્રા વિધાનસભા અધ્યક્ષ એનપી પ્રજાપતિના આવાસ પર પહોંચ્યા હતા. અહીં તેમણે કોંગ્રેસમાંથી રાજીનામાં આપનારા 19 ધારાસભ્યોની યાદી વિધાનસભા અધ્યક્ષને સોંપી હતી. ત્યારબાદ મુખ્યપ્રધાન કમલનાથે કોંગ્રેસ ધારાસભ્યોની બેઠક બોલાવી હતી. બેઠક બાદ કોંગ્રેસ નેતા પીસી શર્મા અને શોભા ઓઝાએ દાવો કર્યો કે, કમલનાથની સરકારની પાસે બહુમત છે. 

fallbacks

સૂત્રોના હવાલાથી તે પણ માહિતી સામે આવી રહી છે કે નારાજ ધારાસભ્યોની ઘરવાપસીનો પ્રયત્ન કરીશું. કર્ણાટકમાં રહેલા નારાજ ધારાસભ્યોને મનાવવા માટે કમલનાથ સજ્જન સિંહ વર્મા સહિત ત્રણ મંત્રીઓને કર્ણાટક મોકલી રહ્યાં છે. પીસી શર્માએ પત્રકારોને વાતચીતમાં કહ્યું કે, કોંગ્રેસના ધારાસભ્યોને છેતરવામાં આવ્યા છે. સ્પીકરને જે રાજીનામાનો પત્ર આપવામાં આવ્યો તે દબાવમાં લખાવવામાં આવ્યો છે. 

MPમાં સરકાર બનાવવાની તૈયારીમાં ભાજપ! કાયદાકીય સલાહ લઈ રહ્યાં છે રાજ્યપાલ

રાજ્યસભા માટે સમર્થનના હસ્તાક્ષર લેવામાં આવ્યા
શોભા ઓઝાએ કહ્યું કે, ધારાસભ્યોને કહેવામાં આવ્યું કે, જ્યોતિરાદિત્ય સિંધિયાને રાજ્યસભાની ટિકિટ અપાવવી છે તેથી તમે લોકો સમર્થનમાં સહી કરો. આ બહાને કરાવવામાં આવેલી સહીના કાગળને ધારાસભ્યોના રાજીનામાંના રૂપમાં રજૂ કરવામાં આવ્યો છે. 

આજે 94 ધારાસભ્યો બેઠકમાં પહોંચ્યા
શોભા ઓઝાએ દાવો કરતા કહ્યું કે, કમલનાથની સરકાર સંપૂર્ણ પણે સેફ છે. વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ દરમિયાન કોંગ્રેસ ધારાસભ્યો કમલનાથ સરકારના સમર્થનમાં મતદાન કરશે. આ બેઠકમાં ભાગ લઈને બહાર આવેલા ઘણા ધારાસભ્યોએ કહ્યું કે, મુખ્યપ્રધાન કમલનાથ તરફથી બોલાવવામાં આવેલી આજની બેઠકમાં 94 ધારાસભ્યો પહોંચ્યા હતા. 

શોભાએ કહ્યું કે, સીએમ કમલનાથે તમામ ધારાસભ્યોને કહ્યું છે કે તે નિડર રહે અને વિધાનસભમાં ફ્લોર ટેસ્ટ દરમિયાન એકત્રિત થઈને મતદાન કરે. કમલનાથે સ્પષ્ટ કર્યું કે, કોંગ્રેસ ધારાસભ્યોને ક્યાંય પણ ભેગા કરીને રાખવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે, જ્યાં સુધી કોઈ ધારાસભ્ય ખુદ રાજીનામાંનો પત્ર લઈને સ્પીકરને સોંપતા નથી ત્યાં સુધી તેને માનવામાં આવશે નહીં. 

જ્યોતિરાદિત્ય સિંધિયાએ વધાર્યું સસ્પેન્સ, આજે ભાજપમાં નહીં થાય સામેલ

બીજીતરફ 19 ધારાસભ્યોના રાજીનામાંનો પત્ર મળ્યા બાદ વિધાનસભાના સ્પીકર એનપી પ્રજાપતિએ કહ્યું કે, તેઓ વિધાનસભાના નિયમો પ્રમાણે કોઈ નિર્ણય કરશે. સૂત્રોએ જણાવ્યું કે, સિંધિયા 12 માર્ચે પોતાના સમર્થકો તથા કોંગ્રેસના ઘણા ધારાસભ્યોની સાથે ભાજપમાં સામેલ થી શકે છે. સૂત્રોએ તે પણ કહ્યું કે, ભાજપમાં સામેલ થતાં પહેલા સિંધિયા ગ્વાલિયરમાં પોતાના સમર્થકોને સંબોધિત કરી શકે છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More