Madhya Pradesh New CM: મધ્ય પ્રદેશની રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. મધ્ય પ્રદેશમાં ખતમ થઈ ગયું મામાનું રાજ. ભાજપ જીતવા છતાં ના મળ્યો મામને મોકો. મધ્ય પ્રદેશના નવા મુખ્ય મંત્રી તરીકે સામે આવ્યું સાવ નવું જ નામ. મધ્ય પ્રદેશના નવા મુખ્ય મંત્રી તરીકે ભાજપે એવા નામની જાહેરાત કરી કે સૌ કોઈને ચોંકાવ્યાં. મોદી અને અમિત શાહે ફરી એકવાર પોતાના દાવથી રાજકીય પંડિતોને પણ ખોટા પાડી દીધાં. તમામ ધારણાઓ ખોટી ઠરી અને મધ્ય પ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકે સામે આવ્યું મોહન યાદવનું નામ.
નરેન્દ્ર સિંહ તોમર બનશે મધ્ય પ્રદેશના વિધાનસભાના સ્પીકર. મુખ્ય મંત્રી મોહન યાદવને સાથ આપવા તેમની સાથે રાખવામાં આવશે બે ડેપ્યુટી સીએમ. જગદીશ દેવડા અને રાજેન્દ્ર શુક્લા આ બે વિશ્વાસુ ચહેરા બનશે મધ્ય પ્રદેશના ડેપ્યુટી સીએમ. મધ્યપ્રદેશમાં ભાજપે ચલાવ્યો ઉત્તર પ્રદેશ જેવો દાવ. મોહન યાદવ મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી હશે. તેઓ ઉજ્જૈન દક્ષિણના ધારાસભ્ય છે અને શિવરાજ સિંહ સરકારમાં ઉચ્ચ શિક્ષણ મંત્રી રહી ચૂક્યા છે.
ભાજપના ધારાસભ્યોની બેઠકમાં OBC સમુદાયમાંથી આવતા મોહન યાદવના નામને મંજૂરી આપવામાં આવી હતી. વર્ષ 2013માં તેઓ પ્રથમ વખત ઉજ્જૈન દક્ષિણ બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા. 2018ની મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં, જનતાએ ફરી એકવાર તેમને ઉજ્જૈન દક્ષિણ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટ્યા. 2 જુલાઈ, 2020 ના રોજ, તેઓ શિવરાજ સિંહ ચૌહાણ સરકારમાં કેબિનેટ મંત્રી બન્યા અને તેમને ઉચ્ચ શિક્ષણ મંત્રીનું કામ સોંપવામાં આવ્યું. તેમની છબી હિંદુ નેતા જેવી રહી છે અને મોહન યાદવ પણ આરએસએસના નજીકના માનવામાં આવે છે. 25 માર્ચ 1965ના રોજ ઉજ્જૈનમાં જન્મેલા મોહન યાદવે વિક્રમ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો હતો.
કોણ છે મોહન યાદવ?
મોહન યાદવ બન્યા મધ્ય પ્રદેશના સીએમ.
વર્ષ 2013 પહેલીવાર ધારાસભ્ય તરીકે ચુંટાયા હતા.
ઉજ્જૈન દક્ષિણ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચુંટાયા છે મોહન યાદવ.
સંઘના ખુબ નજીકના ગણાય છે મોહન યાદવ.
ઓબીસી ચહેરાને અપાયો મોકો
મામાની સરકારમાં રહી ચુક્યા છે શિક્ષણ મંત્રી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે