Home> India
Advertisement
Prev
Next

MP: 12 વર્ષની બાળકી સાથે સામૂહિક બળાત્કાર, એક કિશોર આરોપી પણ સામેલ

મધ્ય પ્રદેશના રાજગઢ જિલ્લામાં કિશોરી સાથે દુષ્કર્મનો કેસ પ્રકાશમાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે દુષ્કર્મને અંજામ આપનાર આરોપીઓમાંથી એક કિશોર પણ છે. પ્રદેશના સુઠાલિયા પોલીસ મથક વિસ્તારના એક ગામમાં 12 વર્ષની બાળકી સાથે હૈવાનિયતને અંજામ આપ્યો હતો. 

MP: 12 વર્ષની બાળકી સાથે સામૂહિક બળાત્કાર, એક કિશોર આરોપી પણ સામેલ

મનોજ જૈન/રાજગઢ: મધ્ય પ્રદેશના રાજગઢ જિલ્લામાં કિશોરી સાથે દુષ્કર્મનો કેસ પ્રકાશમાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે દુષ્કર્મને અંજામ આપનાર આરોપીઓમાંથી એક કિશોર પણ છે. પ્રદેશના સુઠાલિયા પોલીસ મથક વિસ્તારના એક ગામમાં 12 વર્ષની બાળકી સાથે હૈવાનિયતને અંજામ આપ્યો હતો. 

fallbacks

પરિવારજનોના જણાવ્યા અનુસાર ગામના જ બે આરોપી મુકેશ લોધી અને ધમેન્દ્ર લોધી બે મહિના પહેલાં કિશોરીને ઘરેથી ઉઠાવી ગયા હતા. તે સમયે કિશોરી ઘરમાં સુતી હતી. આરોપી બાળકીને ઘરમાંથી ઉઠાવીને જંગલમાં લઇ ગયા અને તેની સાથે સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ આરોપીઓએ બાળકીને ત્યાં જ છોડી દીધી હતી. પરિવારજનોનું કહેવું છે કે આરોપી બાળકીને ઘટના બાદ જ સતત સતાવી રહ્યા હતા. સ્કૂલ અને બજાર આવતા-જતાં હેરાન કરતા હતા. કિશોરીએ આરોપીના ડરથી સ્કૂલે જવાનું બંધ કરી દીધું હતું. 

નાગપુર: 5 વર્ષની બાળકી સાથે બળાત્કારના પ્રયત્ન બાદ હત્યા, આરોપીની ધરપકડ

પરિવારજનોનું કહેવું છે કે તેમછતાં આરોપીઓએ તેમને હેરાન કરવાનું બંધ કર્યું ન હતું. આરોપીઓએ ફરીથી કિશોરી સાથે છેડતી કરી હતી. તેનાથી પરેશાન થઇને પરિવારજનોએ સુઠાલિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. સુઠાલિયા પોલીસે આરોપીઓ વિરૂદ્ધ 376 (ડી), 3/4 પોક્સો એક્ટનો કેસ દાખલ કરી બંને આરોપીઓનીએ ધરપકડ કરી લીધી છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More