Home> India
Advertisement
Prev
Next

Black Fungus પ્રાઇવેટ પાર્ટ પર પણ કરે છે હુમલો! થઈ શકે છે આ બીમારી

ડો. રણદીપ ગુલેરિયા (randeep guleria) એ કહ્યુ કે, બ્લેક ફંગસ એક અલગ ફેમિલી છે. જે લોકોની Immunity નબળી હોય છે તેમાં મ્યુકોર માઇકોસિસ (Mucormycosis) જોવા મળી રહ્યો છે.
 

Black Fungus પ્રાઇવેટ પાર્ટ પર પણ કરે છે હુમલો! થઈ શકે છે આ બીમારી

નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Coronavirus) બાદ મ્યુકોર માઇકોસિસ એટલે કે બ્લેક ફંગસ (Black Fungus) ના સતત મળી રહેલા કેસે ચિંતા વધારી દીધી છે. હાલના શરૂઆતી તબક્કામાં લોકોના મનમાં તેને લઈને અનેક સવાલ છે, આ વચ્ચે નિષ્ણાંતોએ એકવાર ફરી બ્લેક ફંગસ મ્યુકોર માઇકોસિસ વિશે મહત્વપૂર્ણ જાણકારી આપી છે. 

fallbacks

નબળી રોગપ્રતિકારક  શક્તિવાળા લોકો પર ખતરો
ડો. રણદીપ ગુલેરિયા (randeep guleria) એ કહ્યુ કે, બ્લેક ફંગસ એક અલગ ફેમિલી છે. જે લોકોની Immunity નબળી હોય છે તેમાં મ્યુકોર માઇકોસિસ (Mucormycosis) જોવા મળી રહ્યો છે. તે મુખ્યત્વે સાઇનસમાં જોવા મળે છે. ક્યારેક-ક્યારેક લંગ્સમાં જોવા મળે છે. 

પ્રાઇવેટ પાર્ટ પર પ્રભાવ?
ડો. રણદીપ ગુલેરિયાએ તે પણ જણાવ્યુ કે, બ્લેક ફંગસ મ્યુકર માઇકોસિસ પ્રાઇવેટ પાર્ટ (Private Part) માં પણ ફંગલ ઇન્ફેક્શન ફેલાવી શકે છે. તેમણે કહ્યું કે, મ્યુકર માઇકોસિસ મુખ્યરૂપથી માટીમાં મળે છે. તે એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાતો નથી. જેને સ્ટેરોયડ આપવામાં આવ્યું નથી, તેનામાં આ સંક્રમણ ખુબ ઓછુ જોવા મળ્યું છે. સાથે તેમણે કહ્યું કે, ઓક્સિજન માત્ર ફેક્ટર નથી, જેનાથી આ ફેલાય છે. 

આ પણ વાંચોઃ Covid India Updates: કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો પર ગંભીર અસર થવાના સંકેત નથીઃ સરકાર

Mucormycosis ના લક્ષણ શું છે?
ડો. ગુલેરિયાએ કહ્યુ, તેની સારવાર લાંબી ચાલે છે. તેના લક્ષણમાં નાક બંધ થઈ જયું. નાકથી આંક નીચે સોજો, એક સાઇડમાં દુખાવો થવો. સેન્સેશન ચહેરા પર ઓછુ થઈ જવું. તેમણે કહ્યું આ સામાન્ય લક્ષણ છે.

ડો. ગુલેરિયાએ કહ્યુ કે,  કોવિડમાં ક્રોનિક ફેટિગ સિન્ડ્રોમ જોવા મળે છે, તે માટે સિન્ફોમેટિક સારવારની જરૂરીયાત હોય છે. સોશિયલ મીડિયા પર સામાન્ય રીતે બ્રેન ફોગના રૂપમાં જાણીતું વધુ એક લક્ષણ છે, જેને કોવિડ દેખાયું છે. જેને એકાગ્રતામાં મુશ્કેલી આવે છે અને અનિંદ્રા અને અવસાદથી પીડિત છે. 

આ પણ વાંચોઃ ભારતમાં શરૂ થયું કોરોના વેક્સિન Sputnik-V નું ઉત્પાદન, આ કંપની દર વર્ષે બનાવશે 10 કરોડ ડોઝ  

તેમણે કહ્યું કે, કેટલાક લક્ષણ છે જે કોવિડ બાદ જોવા મળે છે. જો આ લક્ષણ 4-12 સપ્તાહ સુધી જોવા મળે, તો તેને ચાલી રહેલ સિન્ફોમેટિક કોવિડ કે પોસ્ટ એક્યૂટ કોવિડ સિન્ડ્રોમ કહેવામાં આવે છે. જો લક્ષણ 12 સપ્તાહ કરતા વધુ સમય સુધી જોવા મળે છે તો તેને પોસ્ટ કોવિડ સિન્ડ્રોમ કહેવામાં આવે છે. 
 

દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More