Home> India
Advertisement
Prev
Next

antilia case: મુંબઈ પોલીસ અધિકારી સચિન વાઝેને 25 માર્ચ સુધી NIAની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા

એનઆઈએએ સચિન વાઝેની 25 ફેબ્રુઆરીએ વિસ્ફોટકોથી ભરેલું વાહન ઉભુ કરવામાં ભૂમિકા નિભાવવા અને તેમાં સંડોવાયેલા રહેવાના આરોપમાં ધરપકડ કરી હતી. 

antilia case: મુંબઈ પોલીસ અધિકારી સચિન વાઝેને 25 માર્ચ સુધી NIAની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા

મુંબઈઃ મુકેશ અંબાણીના ઘર એન્ટીલિયાની પાસે બે વિસ્ફોટક ભરેલી સ્કોર્પિયો કાર જપ્ત કેસમાં ધરપકડ કરાયેલા મુંબઈ પોલીસ અધિકારી સચિન વાઝેને કોર્ટે 25 માર્ચ સુધી એએનઆઈની કસ્ટડીમાં મોકલી દીધા છે. સચિન વાઝની શનિવારે મોડી રાત્રે એએનઆઈએ લાંબી પૂછપરછ બાદ ધરપકડ કરી હતી. 

fallbacks

કોર્ટ પાસે એએનઆઈએ 14 દિવસની કસ્ટડી માગી હતી. ત્યારબાદ કોર્ટે સચિન વાઝેને 25 માર્ચ સુધી એનઆઈએની કસ્ટડીમાં મોકલી દીધા. એનઆઈએએ કોર્ટમાં કહ્યું કે, આ એક મોટુ ષડયંત્ર છે, જેમાં ઘણા લોકો સામેલ હોવાની આશંકા છે. એનઆઈએ સચિન વાઝેનો સામનો તે વ્યક્તિ સાથે કરાવવા ઈચ્છે છે જે-જે વ્યક્તિનું નામ સામે આવી રહ્યું છે. એનઆઈએએ કોર્ટમાં ખુબ મહત્વના પૂરાવા રજૂ કર્યા જેના આધાર પર વાઝેની ધરપકડ કરવામાં આવી છે. 

આ પણ વાંચોઃ Bengal Election: કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયો લડશે ચૂંટણી, ભાજપે અન્ય સાંસદોને પણ મેદાનમાં ઉતાર્યા  

એનઆઈએએ કહ્યું કે, સચિન વાઝેની 25 ફેબ્રુઆરીએ વિસ્ફોટકોથી ભરેલું વાહન ઉભુ રાખવામાં ભૂમિકા નિભાવવા અને તેમાં ષડયંત્રમાં રહેવાને કારણે ધરપકડ કરવામાં આવી છે. એનઆઈએ પ્રવક્તાએ કહ્યુ, 'સચિન વાઝેની રાત્રે 11.50 કલાકે એનઆઈએ કેસ આરસી/1/2021/એનઆઈએ/એમયૂએમમાં ધરપકડ કરવામાં આવી હતી.'

તમને જણાવી દઈએ કે કાર્માઇકલ રોડ સ્થિત મુકેશ અંબાણીના ઘર એન્ટીલિયાની પાસે ઉભેલી એક સ્કોર્પિયો કારમાં 25 ફેબ્રુઆરીએ જિલેટિનની સ્ટીક અને ધમકી ભર્યો પત્ર મળ્યો હતો. એનઆઈએએ કહ્યું કે, વાઝેની 25 ફેબ્રુઆરીએ વિસ્ફોટક ભરેલું વાહન ઉભુ રાખવામાં ભૂમિકા નિભાવવા અને તેમાં સંડોવાયેલા હોવાને કારણે ધરપકડ કરવામાં આવી છે. 

આ પણ વાંચોઃ 8 વર્ષ બાદ ઉપેન્દ્ર કુશવાહાની ઘર વાપસી, જાણો કેમ ગયા હતા નીતિશકુમારથી દૂર 

'એનકાઉન્ટર સ્પેશિયાલિસ્ટ' વાઝે ઠાણે નિવાસી વ્યવસાયી મનસુખ હિરેનના મોતના મામલામાં પણ સવાલોના ઘેરામાં છે. સ્કોર્પિયો હિરાનીની પાસે હતી. હિરેન પાંચ માર્ચે ઠાણે જિલ્લામાં ક્રીકમાં મૃત મળ્યો હતો. એટીએસ હિરેન કેસની તપાસ કરી રહી છે. હિરેનનો મૃતદેહ મળ્યાના થોડા દિવસ બાદ એટીએસે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More