Home> India
Advertisement
Prev
Next

Mukesh Ambani: અંબાણી પરિવારે દુબઈનું સૌથી મોંઘુ ઘર ખરીદ્યુ, આલિશાન મહેલ જેવા ઘરના જુઓ PICS

Dubai Costliest Home: દુબઈમાં સૌથી મોંઘું ઘર કોને કહેવું? તો હવે તેમાં અંબાણી પરિવારનું નામ સામેલ થઈ ગયું છે. મળતી માહિતી મુજબ મુકેશ અંબાણીએ નાના પુત્ર અનંત અંબાણી માટે આ ઘર ખરીદ્યું છે. સમુદ્રની વચ્ચોવચ બનેલા આ વિલામાં તમામ લક્ઝરી સુવિધાઓ છે. આ આલીશાન ઘરની સામે તો કોઈ લક્ઝરી હોટલ પણ પાણી ભરે. દુબઈના આ વિલામાં 10 બેડરૂમ અને બીચ વ્યૂ સાથે ઘણું બધું છે જેનાથી પરથી તમારી નજર જ ન હટે. 

fallbacks

મળતી માહિતી મુજબ દુબઈનું આ ઘર મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી માટે ખરીદવામાં આવ્યું છે. ડીલ સંલગ્ન જોડાયેલા લોકો સમુદ્ર કિનારે બનેલા આ આલીશાન મહેલ જેવા ઘરને દુબઈનું સૌથી મોંઘુ ઘર ગણાવી રહ્યા છે. જો કે આ ઘરની ડીલ કેટલામાં થઈ  તે હજુ ખુલાસો થયો નથી. દુબઈમાં બનેલું આ વિલા ખુબ જ સુંદર છે. 

fallbacks

પામ જૂમેરાહ પર બન્યું છે ઘર
અંબાણી પરિવારનું આ નવું ઘર દુબઈના પામ જૂમેરાહ બીચ પર બનેલુ છે. જેમાં તમામ સુખ સુવિધાઓ છે. આ આલિશાન ઘરમાં 10 બેડરૂમ છે. આ ઉપરાંત મહેમાનો માટે સારી વ્યવસ્થા પણ છે. તથા આઉટડોર અને ઈનડોર બંને સ્વિમિંગ પૂલ છે. સ્પોર્ટ્સ માટે પણ ખુબ સ્પેસ છે. અહીં પ્રાઈવેટ જમ અને થિયેટર પણ છે. 

fallbacks

અત્રે જણાવવાનું કે દુબઈ મોંઘી લાઈફસ્ટાઈલ માટે દુનિયા ભરના લોકોમાં મશહૂર છે. દુબઈ સરકાર પણ સતત તેનું પ્રમોશન કરી રહી છે. દુનિયાભરના અમીર લોકોને આકર્ષવા માટે યુએઈ સરકાર પણ લાંબા ગાળાના વિઝા આપીને અહીં રહેવા માટે લોકોને પ્રેરિત કરી રહી છે. એવું કહેવાય છે કે બોલીવુડ અભિનેતા  શાહરૂખ ખાન અને બ્રિટનના ફૂટબોલર ડેવિડ બેકહમ પણ અહીં આલિશાન મહેલ ખરીદી ચૂક્યા છે. 

fallbacks

દુબઈનો જૂમેરાહ બીચ ખુબ ખાસ છે. અહીં ફારસની ખાડી અને લક્ઝી ઘરો શાનદાર લાગે છે. દુબઈમાં પામ જૂમેરાહ બીચનું નિર્માણ 2011માં શરૂ થયું હતું. પામ જૂમેરાહ બીચ પર સ્પા, આલીશાન ક્લબ, રેસ્ટોરન્ટ અને સ્પા ઉપરાંત લક્ઝરી અપાર્ટમેન્ટ  ટાવર પણ છે. 

fallbacks

મુકેશ અંબાણીએ દુબઈના સૌથી મોંઘા ગણાતા  ઘરને ઘરીદ્યુ છે. હાલ આ ઘરની કિંમત 80 મિલિયન ડોલર એટલે કે 639 કરોડ રૂપિયા હોવાનું કહેવાઈ રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More