Home> India
Advertisement
Prev
Next

મુકેશ અંબાણી અને નીતા અંબાણીની મનગમતી છે આ જગ્યા, એક રાતનું ભાડું જાણી હોશ ઉડશે

જેવું અંબાણી પરિવારનું નામ સામે આવે કે આપણા મગજમાં તેમની મોંઘીદાટ લાઈફસ્ટાઈલ, તેમનું આલિશાન ઘર, કરોડોની સંપત્તિ વગેરે વાતો મગજમાં આવતી હોય. એટલે સુધી કે લોકોને તેમની મનગમતી વેકેશન ગાળવાની જગ્યા વિશે પણ જાણવાની તાલાવેલી હોય છે. આજે અમે તેમને એક એવી જગ્યા વિશે જણાવીશું કે જ્યાં મુકેશ અંબાણી અને નીતા અંબાણી રજા ગાળવા માટે સૌથી વધુ જવાનું પસંદ કરે છે.

મુકેશ અંબાણી અને નીતા અંબાણીની મનગમતી છે આ જગ્યા, એક રાતનું ભાડું જાણી હોશ ઉડશે

જેવું અંબાણી પરિવારનું નામ સામે આવે કે આપણા મગજમાં તેમની મોંઘીદાટ લાઈફસ્ટાઈલ, તેમનું આલિશાન ઘર, કરોડોની સંપત્તિ વગેરે વાતો મગજમાં આવતી હોય. એટલે સુધી કે લોકોને તેમની મનગમતી વેકેશન ગાળવાની જગ્યા વિશે પણ જાણવાની તાલાવેલી હોય છે. આજે અમે તેમને એક એવી જગ્યા વિશે જણાવીશું કે જ્યાં મુકેશ અંબાણી અને નીતા અંબાણી રજા ગાળવા માટે સૌથી વધુ જવાનું પસંદ કરે છે. અત્રે જણાવવાનું કે આ જગ્યા ભારતમાં નહીં પરંતુ વિદેશમાં છે અને ત્યાં એક રાત ગાળવાનું ભાડું લાખો રૂપિયામાં છે. 

fallbacks

Swiss Alps માં છે આ રિસોર્ટ
નીતા અંબાણી અને મુકેશ અંબાણીનો મનગમતો હોલિડે રિસોર્ટ Swiss Alps માં છે. આ સુંદર રિસોર્ટનું નામ Bürgenstock Resor છે. આ જગ્યા પર દેશનો સૌથી ધનિક પરિવાર રજાઓ ગાળવા માટે આવે છે. જ્યારે પણ તેઓ જાય છે ત્યારે રોયલ અને પ્રેસિડેન્શિયલ સ્યૂટનું બુકિંગ પહેલાથી જ કરી લેવાય છે. 

ભાડુ જાણી હોશ ઉડશે
તેના રોયલ અને પ્રેસિડેન્શિયલ સ્યૂટનું ભાડું બધુ મળીને લગભગ 61 લાખ રૂપિયા છે. 1873માં બનેલો આ રિસોર્ટ વર્ષોથી હોલિવુડ સેલિબ્રિટી અને અબજપતિ ઉદ્યોગપતિઓ માટે પ્રીમિયમ સ્પોટ રહ્યો છે. આ આલિશાન રિસોર્ટના નોર્મલ રૂમનું ભાડું પણ લગભગ પ્રતિદિન 31 લાખ રૂપિયા છે. તેમં અનેક પ્રકારની ચીજો અને સુવિધાઓ છે. આ બધુ મળીને એક પેકેજ તરીકે ગેસ્ટને આપવામાં આવતું હોય છે. 

આ સુવિધાઓ
9 વર્ષથી આ જગ્યા બંધ રહી હતી પરંતુ વર્ષ 2017માં ફરીથી  ખોલવામાં આવી હતી. ઘણા વર્ષો સુધી તેનું રિનોવેશન કામ ચાલ્યું.  તેમાં 10 બાર છે, અનેક રેસ્ટોરા છે અને ઈન હાઉસ Jacuzzi જેવી સુવિધાઓ છે. આ રિસોર્ટ Lucerne ઝીલના  કિનારે એક પહાડી પર છે. અહીંથી ઝીલનો અત્યંત સુંદર નજારો જોવા મળે છે. 

કોરોનાકાળમાં અહીં આવ્યો હતો અંબાણી પરિવાર
એક રિપોર્ટ મુજબ કોરોનાકાળમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણી, આકાશ અંબાણી, ઈશા અંબાણી, અનંત અંબાણી, અને પરિવારના અન્ય સભ્યો આ રિસોર્ટમાં રોકાયા હતા. તે વખતે અંબાણી પરિવારે રોયલ અને પ્રેસિડેન્શિયલ સ્યૂટ બુક કર્યા હતા. અહીંનું રોજનું ભાડું 61 લાખ રૂપિયા હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More