Home> India
Advertisement
Prev
Next

Mulayam Singh Yadav Health Update: મુલાયમ સિંહ યાદવની સ્થિતિ નાજુક, ICUમાંથી CCU કરવામાં આવ્યા શિફ્ટ

Mulayam Singh Yadav Health Update: ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવની સ્થિતિ ખુબ ગંભીર જણાવવામાં આવી રહી છે. 

Mulayam Singh Yadav Health Update: મુલાયમ સિંહ યાદવની સ્થિતિ નાજુક, ICUમાંથી CCU કરવામાં આવ્યા શિફ્ટ

નવી દિલ્હીઃ Mulayam Singh Yadav Health Update: ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવ  (Mulayam Yadav) ની સ્થિતિ ખુબ ગંભીર હોવાની વાત સામે આવી છે. તેમને આજે સવારે ICUમાંથી CCU માં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યાં છે. એક વિશ્વસનીય સૂત્ર પ્રમાણે તેમની સ્થિતિ અતિ ગંભીર છે, સપા સંરક્ષકની બંને કિડની કામ કરી રહી નથી અને તે ડાયાલિસિસ પર છે. આ સિવાય તેમનું બીપી પણ ઘટી ગયું છે. પ્રાપ્ત જાણકારી અનુસાર તેમને નિમોનિયા થઈ ગયો છે અને તેમની ક્રિટિકલ સ્થિતિને જોતા વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. 

fallbacks

ઉત્તર પ્રદેશના 82 વર્ષીય પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવ (Mulayam Singh Yadav) ની સારવાર ઘણા દિવસથી મેદાંતા હોસ્પિટલમાં ચાલી રહી છે. રવિવારે સ્થિતિ ગંભીર થયા બાદ તેમને આઈસીયૂમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. પિતા મુલાયમ સિંહને આઈસીયૂમાં શિફ્ટ કરાયા બાદ પુત્ર અખિલેશ યાદવ અને વહુ ડિમ્પલ યાદવ મેદાંતા હોસ્પિટલ પહોંચ્યા હતા. 

આ પણ વાંચોઃ LCH 'પ્રચંડ' વાયુસેનામાં સામેલ, ખુબીઓ જાણીને દુશ્મન દેશોના હાજા ગગડી જશે

આ પહેલા મુલાયમ સિંહના પત્ની સાધના ગુપ્તાનું આ વર્ષે જુલાઈમાં નિધન થયું હતું. ફેફસાના સંક્રમણને કારણે તેમનું ગુરૂગ્રામની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું હતું. સાધના મુલાયમ સિંહ યાદવના બીજા પત્ની હતા. તેમના પ્રથમ પત્ની માલતી દેવાનું 2003માં નિધન થઈ ગયું હતું. માલતી દેવી અખિલેશ યાદવના માતા હતા. 

સલામતી માટે દુવા માંગવામાં આવી રહી છે
સપા સુપ્રીમો મુલાયમ સિંહ યાદવનું સ્વાસ્થ્ય ખરાબ થવાને કારણે રાજ્યમાં મુલાયમ સિંહ યાદવના જીવનની રક્ષા માટે ધાર્મિક અનુષ્ઠાન કરવામાં આવી રહ્યાં છે. મહામૃત્યુજંયના મંત્રીનો જાપ કરી મુલાયમ સિંહ યાદવના દીર્ધાયુ થવાની કામનાથી અનુષ્ઠાન કરવામાં આવી રહ્યાં છે. તો તેમના વતન સૈફઈમાં પણ મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More