લખનઉ: યૂપી વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે તેવામાં સપાના ઘરમાં જ મોટી સ્ટ્રાઈક થવા જઈ રહી હોય તેવા એક સમાચાર સામે આવી રહ્યા છે. મુલાયમ સિંહની નાની વહુ અપર્ણા યાદવ ભાજપમાં જોડાઈ શકે છે. સાંભળીને આંચકો લાગ્યોને... પણ સૂત્રો તરફથી મોટી અપડેટ મળી છે. જેમાં જણાવ્યા અનુસાર, ભાજપ સાથે અપર્ણાની વાતચીતને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે.
અપર્ણા યાદવે 2017ની વિધાનસભા ચૂંટણી લખનઉની કેન્ટ બેઠક પરથી લડી હતી. અપર્ણા યાદવ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કેન્ટ વિધાનસભા મતવિસ્તારમાંથી બીજા ક્રમે રહી હતી. તેમને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રીટા બહુગુણા જોશીએ હરાવ્યા હતા. જોકે, અપર્ણાને લગભગ 63 હજાર વોટ મળ્યા હતા. અપર્ણા યાદવ મુલાયમ સિંહની બીજી પત્ની સાધના ગુપ્તાના પુત્ર પ્રતીક યાદવની પત્ની છે.
તમને જણાવી દઈએ કે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને યુપી બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહની હાજરીમાં રવિવારે ઘણી મોટી હસ્તીઓ ભાજપમાં જોડાશે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન અપર્ણા પણ ભાજપમાં જોડાશે. સમાજવાદી પાર્ટીની નાની વહુ અપર્ણા યાદવે હંમેશા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને PM મોદીના વખાણ કર્યા છે. તેમણે રામ મંદિર માટે 11 લાખ 11 હજારનું દાન પણ આપ્યું હતું. તેની સાથે જ દત્તાત્રેય હોસાબલેએ જ્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સરકાર્યવાહ બન્યો ત્યારે તેમની સાથેનો તેમનો ફોટો પણ શેર કર્યો હતો.
અપર્ણાને જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું હતું કે તમને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ભાજપ પ્રત્યે સહાનુભૂતિ છે? તેના જવાબમાં અપર્ણાએ કહ્યું હતું કે હું માત્ર એટલું જ કહેવા માંગુ છું કે તેઓ યોગી છે, મારા પરિવારના સંસ્કાર છે કે મને સંતો અને મહાત્માઓ પ્રત્યે ખૂબ આદર છે, તે મુજબ હું મહારાજજીનો ખૂબ જ આદર કરું છું, હું તેમને મુખ્યમંત્રી બન્યા પહેલાથી જ સમ્માન આપતી આવી છું, મને નહોતી ખબર કે તેઓ મુખ્યમંત્રી બની જશે, બાકી તેઓ ગૌ રક્ષક અને ગૌપ્રેમી છે, તેથી હું તેમને નમન કરું છું.
દેશમાં ઓમિક્રોનના કેસમાં વધારો; છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કેસ, મોત અને એક્ટિવ કેસ
યોગી સરકારના કાર્યકાળ વિશે જ્યારે તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે યોગીજી ખૂબ જ મહેનતુ, સરળ છે, તેઓ ધર્મ સાથે ચાલનારા વ્યક્તિ છે, હું તેમનું ખૂબ સન્માન કરું છું, બાકી સરકારી સ્તરે અધિકારીઓની બેદરકારીને કારણે કામ થઈ રહ્યું નહોતું. મને મીડિયા મારફતે જાણવા મળે છે કે અધિકારીઓ સાંભળી રહ્યા નથી, એવામાં યોગીજી કડક થયા, કારણ કે સરકાર તો ભાજપની છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે