Home> India
Advertisement
Prev
Next

Bullet Train Update: દરિયાની નીચે દોડશે બુલેટ ટ્રેન! ક્યાં બનશે 21 કિલોમીટર લાંબી ટનલ? 3 જ કલાકમાં અમદાવાદથી મુંબઈ

Mumbai Ahmedabad Bullet Train: મુંબઈ અને અમદાવાદ વચ્ચે પ્રસ્તાવિત બુલેટ ટ્રેન દરિયાની નીચેથી દોડશે. મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ (MAHSR)કોરિડોરમાં 21 કિલોમીટર લાંબી ટનલ થાણે ક્રીકમાં પાણીની નીચેથી પસાર થશે.

Bullet Train Update: દરિયાની નીચે દોડશે બુલેટ ટ્રેન! ક્યાં બનશે 21 કિલોમીટર લાંબી ટનલ? 3 જ કલાકમાં અમદાવાદથી મુંબઈ

Bullet Train Update: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. રેલવે સમયાંતરે આ પ્રોજેક્ટ વિશે અપડેટ્સ આપતી રહે છે, જેથી કરીને અંદાજ લગાવી શકાય કે લોકોની રાહ ક્યારે પૂરી થશે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ડિસેમ્બર 2023ની તેની મૂળ સમયમર્યાદાથી 4 વર્ષના વિલંબ પછી પૂર્ણ થવાની અપેક્ષા છે. આ પ્રોજેક્ટનું 26 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે.

fallbacks

દેશની પ્રથમ બુલેટ ટ્રેન મારફતે મુંબઈથી અમદાવાદ જતા મુસાફરો દરિયાની નીચે મુસાફરી કરવાનો રોમાંચ અનુભવી શકશે. મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ (MAHSR) કોરિડોરમાં 21 કિલોમીટર લાંબી ટનલ થાણે ક્રીકમાં પાણીની નીચેથી પસાર થશે. MAHSR પ્રોજેક્ટની અંદાજિત કિંમત રૂ. 1,08,000 કરોડ છે, જેમાં ટનલના ભાગની કિંમતનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો:
આવી રહી છે શાનદાર કમાણીની સોનેરી તક, ફક્ત એક દિવસમાં થઈ જશો માલામાલ!
વરઘોડામાં સ્પ્રાઈટ ઉડાડવાની ના પાડતા ખેલાયો ખૂની ખેલ! ખંજર ભોંકી આંતરડા બહાર કાઢ્યા!
સ્વર્ગની અનુભૂતિ કરાવશે નારાયણ સરોવર! ચાણસદમાં હવે કીડીયાળું ઉભરાશે! જુઓ PHOTOs

જાપાનીઝ Shinkansen ટેકનોલોજી પર આધારિત
જમીન સંપાદન, તકનીકી મંજૂરી અને સંબંધિત સમયમર્યાદા પૂર્ણ થયા પછી પ્રોજેક્ટના પ્રારંભ માટે અંદાજિત સમયમર્યાદા નક્કી કરી શકાય છે. MAHSR પ્રોજેક્ટ વિશ્વ કક્ષાની જાપાનીઝ શિંકનસેન ટેક્નોલોજી પર આધારિત છે જે તેની વિશ્વસનીયતા અને સલામતી માટે જાણીતી છે. 1964 માં તેના ઓપરેશન પછી જાપાની શિંકનસેન પર શૂન્ય મૃત્યુ થયા છે.

બુલેટ ટ્રેન માટે કુલ 3 ડેપો
બુલેટ ટ્રેન માટે કુલ ત્રણ ડેપો બનાવવામાં આવશે. મહારાષ્ટ્રમાં એક અને ગુજરાતમાં સુરત અને સાબરમતીમાં 2. તાજેતરમાં, રેલ્વે મંત્રાલયે સાબરમતીમાં ડેપો બનાવવાની તસવીર પણ શેર કરી હતી.

મુંબઈથી અમદાવાદ 3 કલાકમાં
મળતી માહિતી મુજબ બુલેટ ટ્રેન 320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે અને તે ભારતની સૌથી ઝડપી ટ્રેન બની જશે. તે બંને શહેરો વચ્ચેનો પ્રવાસ સમય 6 કલાકથી ઘટાડીને 3 કલાક કરશે.
આ પણ વાંચો:
અમદાવાદીઓની સૌથી ફેવરિટ જગ્યા પર સૌથી મોટો ખતરો! અટલ બ્રિજનો કાચ તૂટી ગયો, VIDEO
અમેરિકાના વિઝા કઢાવવા સહેલા, પણ રાજકોટ મનપામાંથી દાખલા કે આધાર કાર્ડ કઢાવવું કઠિન!

પંજાબ કિંગ્સની સતત બીજી જીત, રોમાંચક મેચમાં રાજસ્થાનને હરાવ્યું
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More