Home> India
Advertisement
Prev
Next

મુંબઈથી આવ્યા રાહતના સમાચાર, સતત ચોથા દિવસે કોરોના કેસમાં ઘટાડો, પોઝિટિવિટી રેટમાં થયો સુધાર

દિલ્હી અને મુંબઈ જેવા શહેરોમાં કોરોનાએ ફરી ચિંતા ઉભી કરી છે. પરંતુ આર્થિક રાજધાનીમાં સતત ચોથા દિવસે કોવિડ કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. અહીં બે દિવસમાં સંક્રમણ દર 10 ટકાથી નીચે આવી ગયો છે. 

મુંબઈથી આવ્યા રાહતના સમાચાર, સતત ચોથા દિવસે કોરોના કેસમાં ઘટાડો, પોઝિટિવિટી રેટમાં થયો સુધાર

મુંબઈઃ દેશભરમાં કોરોનાના વધતા જતા કેસો વચ્ચે આર્થિક રાજધાની મુંબઈમાંથી રાહતના સમાચાર આવ્યા છે. મુંબઈમાં મંગળવારે સતત ચોથા દિવસે કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. આ સાથે, સંક્રમણ દરમાં પણ ઝડપમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. શહેરમાં કોરોનાના 11,647 નવા કેસ નોંધાયા છે, જે એક દિવસ અગાઉ નોંધાયેલા કેસો કરતા 2,001 ઓછા છે.

fallbacks

સતત ચોથા દિવસે ઘટ્યા કેસ
બીએમસી વતી એવું કહેવામાં આવ્યું હતું કે છેલ્લા એક દિવસમાં મહામારીને કારણે બે દર્દીઓના મોત થયા છે. મહારાષ્ટ્રની રાજધાનીમાં આ સતત ચોથો દિવસ છે જ્યારે સંક્રમણના દૈનિક કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. મુંબઈમાં કોરોનાના કુલ કેસ વધીને 9,39,867 થઈ ગયા છે અને મૃત્યુઆંક 16,413 પર પહોંચી ગયો છે.

હોસ્પિટલોમાં 80% બેડ ખાલી છે
મુંબઈમાં છેલ્લા બે દિવસમાં સંક્રમણ દર 30 ટકાથી ઘટીને 20 ટકા પર આવી ગયો છે. આ સિવાય કોરોનાના કેસની વાત કરીએ તો છેલ્લા ચાર દિવસમાં નવા કેસ 20700 થી ઘટીને 11647 પર આવી ગયા છે. ઉપરાંત, હોસ્પિટલોમાં 80 ટકાથી વધુ પથારીઓ ખાલી છે. પથારીની વાત કરીએ તો મંગળવારે 851 બેડનો ઉપયોગ કરવામાં આવ્યો છે, પરંતુ 966 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ દિલ્હીમાં કોરોના સંક્રમણમાં વધારો, 21 હજાર નવા કેસ, 23ના મોત, પોઝિટિવિટી રેટ પણ વધ્યો  

કોરોનાના ત્રીજી લહેર દરમિયાન મુંબઈમાં છેલ્લા 22 દિવસમાં 46 દર્દીઓના મોત થયા છે. એટલે કે, આ લહેરમાં દરરોજ સરેરાશ 2 મૃત્યુ નોંધાઈ રહ્યા છે. અહીં 21 ડિસેમ્બરથી ત્રીજી લહેરની શરૂઆત માનવામાં આવે છે.

મુંબઈથી વિપરીત જો દિલ્હીની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજધાનીમાં કોરોનાના 21 હજાર 259 કેસ નોંધાયા છે. આ સાથે, દિલ્હીમાં સંક્રમણ દર 25.65 ટકા પર પહોંચી ગયો છે. છેલ્લા સાત મહિનામાં આ પ્રથમ વખત છે જ્યારે પોઝિટિવિટી રેટ આ સ્તરે પહોંચ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More