Home> India
Advertisement
Prev
Next

Good News! મુંબઇની ધારાવીએ આપી કોરોનાને માત, 24 કલાકમાં માત્ર 1 નવો કેસ

'ધારાવી એપ્રિલની શરૂઆતમાં કોરોના વાયરસનું કેન્દ્ર બની હતી. 8 મી એપ્રિલે અહીં એક જ દિવસમાં 99 કેસ આવ્યા હતા. પરંતુ આજે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં નવા કોરોના દર્દીઓની સંખ્યા ઘટીને 1 પર આવી છે

Good News! મુંબઇની ધારાવીએ આપી કોરોનાને માત, 24 કલાકમાં માત્ર 1 નવો કેસ

મુંબઈ: મહારાષ્ટ્રને ટૂંક સમયમાં અનલોક (Maharashtra Unlock) કરવાની જાહેરાત કરવામાં આવી છે. દરમિયાનમાં સમાચાર આવ્યા છે કે મહિનામાં પહેલીવાર એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીમાં (Dharavi) કોરોના વાયરસનો (Coronavirus) માત્ર એક સકારાત્મક કેસ નોંધાયો છે.

fallbacks

99 થી 1 સુધી આવ્યા દૈનિક પોઝિટિવ કેસ
બૃહમ્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના (BMC) એક અધિકારીએ ગુરુવારે કહ્યું કે, 'ધારાવી એપ્રિલની શરૂઆતમાં કોરોના વાયરસનું કેન્દ્ર બની હતી. 8 મી એપ્રિલે અહીં એક જ દિવસમાં 99 કેસ આવ્યા હતા. પરંતુ આજે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં નવા કોરોના દર્દીઓની સંખ્યા ઘટીને 1 પર આવી છે. અધિકારીએ જણાવ્યું કે, ધારાવીમાં અત્યાર સુધીમાં કુલ 6,829 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. તેમાંથી 6,451 સારવાર બાદ સાજા થયા હતા, જ્યારે 19 દર્દીઓની સારવાર ચાલુ છે.

આ પણ વાંચો:- 12 વર્ષથી નાના બાળકોના માતા પિતા માટે મોટા સમાચાર, સરકારે લીધો મહત્વનો નિર્ણય

4T મોડેલના ઇમ્પ્લીમેન્ટેશનથી મળી જીત
નોંધનીય છે કે, લગભગ અઢી ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલી ધારાવીને એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી માનવામાં આવે છે, જેમાં સાડા 6 લાખથી વધુની વસ્તી છે. પરંતુ મહારાષ્ટ્ર સરકારે '4-T મોડલ'ના (ટ્રેસિંગ, ટ્રેકિંગ, ટેસ્ટિંગ અને ટ્રીટિંગ) દ્વારા એકવાર ફરી આ વિસ્તારમાં કોરોનાની રફ્તારને રોકી છે. એપ્રિલ-મે મહિનામાં અહીં કોવિડ કેસમાં થઈ અચાનક વધારાએ મુંબઇ મહાનગરપાલિકા તંત્રના (BMC) માથે પર ચિંતાની રેખા ખેંચી હતી, પરંતુ છેલ્લા 19 દિવસોથી અહીં કોવિડ દર્દીની સંખ્યા સિંગલ ડિજિટમાં ચાલી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More