મુંબઇ: ડ્રગ્સ પાર્ટી કેસ (Drugs Party Case) માં ધરપકડ કરાયેલા શાહરૂખ ખાન (Shah Rukh Khan) ના પુત્ર આર્યન ખાન (Aryan Khan) સહિત 8 આરોપીઓની જામીન અરજીને NDPS કોર્ટએ સુનવણી બાદ નકારી કાઢી છે. કોર્ટના નિર્ણય પહેલાં જ NCB આર્યન ખાનને લઇને આર્થર રોડ જેલ પહોંચી ગઇ છે.
આ પહેલાં કોર્ટે ગુરૂવારે આર્યન ખાન સહિત 8 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.
'Maintainability બની રહ્યો છે ઇશ્યૂ'
અરબાજ મર્ચન્ટના વકીલે કહ્યું કે 'બેલ મળવામાં Maintainability સતત એક ઇશ્યૂ બની રહ્યો છે, અને આખરે જજએ બેલ રિજેક્ટ કરી દીધી. Maintainability નો અર્થ એ છે કે આ કોર્ટને બેલના મામલે સાંભળવાનો અધિકાર જ નથી. આ અધિકાર ફક્ત સેશન્સ કોર્ટનો છે. હવે આપણે સેશન્સ કોર્ટ જઇશું.
Drugs Case: આર્યન ખાનને આર્થર રોડ જેલ લઇને પહોંચી NCB, જામીન અરજી પર કોર્ટમાં સુનવણી શરૂ
અખલાખ કેસનો આપ્યો હવાલો
તો બીજી તરફ, આર્યનના વકીલ સતીશમાને શિંદએ અખલાલ કેસનો હવાલો આપતાં કહ્યું કે જો વિરોધમાં કોઇ નક્કર પુરાવા નથી તો તમે એક મિનિટ માટે પણ રોકી શકો નહી. કોર્ટમાં જામીન આપવાના પક્ષમાં બચાવમાં વકીલ શિંદેએ રિયા ચક્રવર્તી, સૌબિક ચક્રવર્તી, ફૈજાન અહમદ કેસનો હવાલો પણ આપ્યો. સાથે જ સૌવિકને એકસાથે જામીન ન આપવા માટેનો તર્ક પણ આપ્યો. જોકે કોર્ટે જામીન આપવાની ના પાડી દીધી.
Mumbai | NCB brings Aryan Khan and other accused in the cruise ship drug raid case to Arthur Jail pic.twitter.com/uow3Ukaj0Z
— ANI (@ANI) October 8, 2021
ન્યાયિક કસ્ટડીમાં છે 8 આરોપી
ડ્રગ્સ પાર્ટી કેસમાં ધરપકડ કરાયેલા આર્યન ખાન (Aryan Khan) ના ઉપરાંત અરબાઝ મર્ચન્ટ, મુનમુન ધમીચા, વિક્રાંત ચોકર, મોહક જયસવાલ, ઇસમત સિંહ છેડા, ગોમિત ચોપડા ઔકા નુપૂર સતીજા ન્યાયિક કસ્ટડીમાં છે, જેમની જામીન અરજી પર સુનાવણી ચાલી રહી છે.
IPL 2021: મેચ બાદ ધોનીના આ ખેલાડીએ ફિલ્મી સ્ટાઇલમાં ગર્લફ્રેન્ડને કર્યું પ્રપોઝ, Video Viral
2 ઓક્ટોબરના રોજ થઇ ઘટનાની શરૂઆત
આ ઘટનાની શરૂઆત 2 ઓક્ટોબર એટલે કે શુક્રવારે થઇ હતી. મુંબઇ પોલીસના નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) પાસે આ સૂચના હતી કે એક પાર્ટીમાં કેટલાક લોકો ડ્રગ્સની સપ્લાય અને ડ્રગ્સનું સેવન કરી શકે છે. તેની તપાસ કરવા માટે એનસીબીના નજીક 22 અધિકારીઓ પાર્ટીમાં પહોંચી ગયા, પરંતુ જ્યારે પાર્ટી શરૂ થઇ તો તેમાંથી 8 લોકોને શંકાના આધારે કસ્ટડીમાં લેવામાં આવ્યા અને બાકી બધાને જવા દેવામાં આવ્યા. આ 8 લોકોમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન પણ સામેલ હતા. ત્યારબાદ આ લોકોની લાંબી પૂછપરછના આધારે એક એક કરીને આ તમામ લોકોની ધરપક્ડ કરવામાં આવી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે