મુંબઇ: મુંબઇ (Mumbai)ના મઝગાવ (Mazgaon) સ્થિત GST બિલ્ડિંગમાં સોમવારે ભીષણ આગ લાગી ગઇ. આગ બિલ્ડીંગના 9મા અને 10મા ફ્લોર પર લાગી છે. ફાયર બ્રિગેડની 12 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ચૂકી છે. આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જાણકારી અનુસાર મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી અજીત પવાર પણ ઘટનાસ્થળે પહોંચી ચૂક્યા છે. તેમણે કહ્યું કે આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
બીએમસી ડિઝાસ્ટર કંટ્રોલે કહ્યું કે અત્યાર સુધી આ ઘટનમાં કોઇ જાનહાનિ થઇ નથી. મામલાની વધુ જાણકારી માટે રાહ જુઓ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે