Home> India
Advertisement
Prev
Next

મુંબઇમાં 24 કલાકથી પડી રહ્યો છે સતત વરસાદ, ઠેર ઠેર પાણી ભરાયા, હાઇટાઇડની આશંકા

માયાનગરીમાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા વરસાદના કારણે શહેરની ગતી રોકાઇ ગઇ છે. સતત વરસાદના કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. પાણી ભરાવવાના કારણે મુંબઇના નિચાણવાળા વિસ્તારોમાં ટ્રાફિક જામ સર્જાયો છે. ત્યારે શહેરની સ્કૂલોને બંધ રાખવામાં આવી છે. હવામાન વિભાગે બુધવાર બપોરે 3.17 વાગ્યા સુધી મુંબઇના દરિયામાં હાઇટાઇડની આશંકા વ્યક્ત કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, તે દરમિયાન દરિયામાં લગભગ 4.18 મીટર સુધી ઊંચા મોજા ઉછળી શકે છે. સાયન, કિંગ સર્કલ, પરેલ વરસાદના કારણે માર્ગો પર ટ્રાફિક જામ શરૂ થઇ ગયો છે.

મુંબઇમાં 24 કલાકથી પડી રહ્યો છે સતત વરસાદ, ઠેર ઠેર પાણી ભરાયા, હાઇટાઇડની આશંકા

મુંબઇ: માયાનગરીમાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા વરસાદના કારણે શહેરની ગતી રોકાઇ ગઇ છે. સતત વરસાદના કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. પાણી ભરાવવાના કારણે મુંબઇના નિચાણવાળા વિસ્તારોમાં ટ્રાફિક જામ સર્જાયો છે. ત્યારે શહેરની સ્કૂલોને બંધ રાખવામાં આવી છે. હવામાન વિભાગે બુધવાર બપોરે 3.17 વાગ્યા સુધી મુંબઇના દરિયામાં હાઇટાઇડની આશંકા વ્યક્ત કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, તે દરમિયાન દરિયામાં લગભગ 4.18 મીટર સુધી ઊંચા મોજા ઉછળી શકે છે. સાયન, કિંગ સર્કલ, પરેલ વરસાદના કારણે માર્ગો પર ટ્રાફિક જામ શરૂ થઇ ગયો છે.

fallbacks

મુંબઇના કિંગ સર્કલ વિસ્તારમાં સવારનો નજારો કંઇક આ પ્રકારનો હતો. અહીં થોડા વાહનો પાણી ભરાયેલા માર્ગમાંથી પસાર થતા જોવા મળી રહ્યા છે.

fallbacks

મુંબઇના સાયન વિસ્તારમાં કંઇક આવો નજરો જોવા મળ્યો, અહીં રસ્તાપર ઘૂંટણસમા પણી ભરાયા છે.

fallbacks

મુંબઇના અંધેરી વિસ્તારમાં પણ વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાઇ ગયા છે.

fallbacks

વરસાદની અપડેટ
આજે સવારે 8.30 વાગ્યા સુધીમાં પનવેલના ગ્રેટર ખાંડ વિસ્તારમાં સાર્વત્રિક 218.6 મિમી વરસાદ છેલ્લા 24 કલાકમાં ખાબક્યો છે.

છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ
- મુંબઇ મનપા હેડક્વાર્ટર કેમ્પસમાં 131.83 મિમી વરસાદ
- બોરીવલી (ડબલ્યુ) ફાયર બ્રિગેડ વિસ્તારમાં 136.16 મિમી
- દહિસર (પૂર્વ) રેલ્વે સ્ટેશન નજીક 109.18 મિમી
- કાંદિવલી ફાયર સ્ટેશન નજીક 116.55 મિમી
- અંધેરી (પૂર્વ), મરોલ વિસ્તારમાં 123.39 મિમી
- કુર્લા, મનપા એલ વોર્ડ કેમ્પસમાં 106.9 મીમી
- મનપા એસ વોર્ડ સંકુલમાં 100.07 મિમી
- બીકેસીમાં 149.8 મિમી
- દાદર, શિવાજી પાર્ક સંકુલમાં 79.8 મિમી
- બાયક્યુલા ફાયર સ્ટેશન સંકુલમાં 112.25 મિમી
- કુલાબા, પમ્પિંગ સ્ટેશન સંકુલમાં 106.42 મિમી
- થાણા, મનપાડામાં 177.2 મિમી
- થાણે, કસરાવાડવાળીમાં 150.5 મિમી
- ડોમ્બિવલી (પશ્ચિમ) માં 72 મિમી
- ડોમ્બિવલી (પૂર્વ) માં 88.6 મિમી

હવામાન વિભાગના અનુસાર મુંબઇમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદ થઇ શકે છે.

જુઓ Live TV:- 

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More