Home> India
Advertisement
Prev
Next

વરસાદથી અટકી મુંબઇની સ્પીડ: જગ્યાએ જગ્યાએ ટ્રાફિક જામ, લોકલ સેવા પ્રભાવિત

માયાનગરી મુંબઇમાં સોમવાર સવારથી જ પડી રહેલા વરસાદના કારણે કેટલીક જગ્યાઓ પર પાણી ભરાઇ ગયા છે. સવારે 11 વાગ્યે મુંબઇમાં હાઇટાઇડનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદના કારણે મુંબઇ પૂર્ણે રેલવે સેવા પ્રભાવિત થઇ છે.

વરસાદથી અટકી મુંબઇની સ્પીડ: જગ્યાએ જગ્યાએ ટ્રાફિક જામ, લોકલ સેવા પ્રભાવિત

મુંબઇ: માયાનગરી મુંબઇમાં સોમવાર સવારથી જ પડી રહેલા વરસાદના કારણે કેટલીક જગ્યાઓ પર પાણી ભરાઇ ગયા છે. સવારે 11 વાગ્યે મુંબઇમાં હાઇટાઇડનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદના કારણે મુંબઇ પૂર્ણે રેલવે સેવા પ્રભાવિત થઇ છે. મુંબઇના વસઇ અને વિરારમાં પણ બારે વરસાદની આગાહી કરવામાં આવી છે. શહેરના દાદાર, પરેલ અને હિન્દ માતામાં પણ ભારે વરસાદ થઇ રહ્યો છે. વરસાદના કારણે બાંદ્રા વિસ્તારમાં ટ્રાફિક પ્રભાવિત થયો છે. દાદરથી સાયનાના રસ્તા પર ટ્રાફિક જામ સર્જાયો છે. વડાલામાં પણ ટ્રાફિક જામ છે અને કિંગ સર્કલ પર છેલ્લા 2 કલાકથી ટ્રાફિક જામ છે.

fallbacks

વધુમાં વાંચો:- અમરનાથ યાત્રા: 26 વર્ષમાં 14 હુમલા, 68 લોકોના મોત, આ વખતે સુરક્ષા માટે મોટો પડકાર

મુંબઇના સાયના વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે. જેનાથી બાળકોને સ્કૂલે જવામાં પણ ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. વરસાદના કારણે મુંબઇની લોકલ સેવાઓ પણ પ્રભાવિત થઇ છે. લોકલની વેસ્ટર્ન રેલવે લાઇન ઠપ થઇ ગઇ છે. વેસ્ટર્ન રેલવે ચર્ચ ગેટથી શરૂ થઇને ધાનુ રોડ સુધી જાય છે. આ ટ્રેક પર દરરોજની મુસાફરી કરનાર લોકોની સંખ્યા 20 લાખથી વધુ છે. વરસાદના કારણે મુસાફરોને સવારમાં વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

વધુમાં વાંચો:- રનવે પર ઉતરેલું એર ઇન્ડિયાનું વિમાન અચાનક લપસ્યું, યાત્રીઓના જીવ તાળવે ચોંટ્યા

બીએમસીની તૈયારી
બીએમસીએ સમગ્ર શહેરમાં 180 એવી જગ્યાની ઓળખ કરી છે જ્યાં પાણી ભરાઇ શકે છે. આ સ્થળો પર મોટા પંપ લગાવવામાં આવ્યા છે. જેનાથી વરસાદ દરમિયાન પાણી નિકાળી શકાય. લગભગ 235થી વધારે પંપ અલગ અલગ જગ્યાઓ પર લગાવવામાં આવ્યા છે. મોટાભાગે તે સ્થળોની ઓળખ કરવામાં આવી છે. જે મુંબઇની લો લાઇન વિસ્તારમાં છે જ્યાં પાણી ભરાય છે.

વધુમાં વાંચો:- વિધાનસભામાં TMCનો કિલ્લો તોડવા BJPનો પ્લાન, 1 કરોડ સભ્યો જોડાશે

બીએમસી દ્વારા કરવામાં આવેલા સ્ટ્રક્ચલર ઓડિટમાં અત્યારસુધી 29 પુલના ખતરનાખ હોવાની વાત સામે આવી છે. બીએમસીના જણાવ્યુ હતું કે, અત્યાર સુધીમાં 65 ટકા નાળાની સફાઇ થઇ ગઇ છે. આ 29 પૂલોમાં 8 પુલને તોડવામાં આવ્યા છે. ત્યારે 21 પુલો બંધ કરી દેવામાં આવ્યા છે. બીએમસીએ બધા 29 પુલોને ફરીથી બનાવવાનો નિર્ણય કર્યો છે.

જુઓ Live TV:-

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More