મુંબઈઃ 2006મા મુંબઈ લોકલ ટ્રેન બ્લાસ્ટ કેસમાં સોમવારે બોમ્બે હાઈકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે 11 લોકોને નિર્દોષ છોડી દીધા છે. જસ્ટિસ અનિલ કિલોર અને જસ્ટિસ એસ.જી. ચાંડકની ખંડપીઠે આ ચૂકાદો આપ્યો છે. નીચલી અદાલતે 12 આરોપીઓ માટે સજાની જાહેરાત કરી હતી. તેમાં 5ને ફાંસી અને 7ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી, પરંતુ હાઈકોર્ટે ચૂકાદાને પલટી દીધો છે.
હાઈકોર્ટની સ્પેશિયલ બેંચએ ચૂકાદામાં કહ્યું કે, ઘટનામાં રજૂ કરવામાં આવેલા પૂરાવા વિશ્વસનીય નહોતા અને ઘણા સાક્ષીઓની જૂબાની શંકાના ઘેરામાં હતી. અદાલતે તે પણ સ્વીકાર કર્યો કે આરોપીઓની બળજબરીપૂર્વક પૂછપરછ કરી તેના નિવેદન લેવામાં આવ્યા, જે કાયદાની દ્રષ્ટિએ માન્ય નથી.
આ પણ વાંચોઃ ફરી એકવાર દુનિયામાં વાગ્યો ભારતનો ડંકો, આ મામલે બન્યું નંબર-1
કોર્ટે કહ્યું- પ્રોસિક્યુશન સંપૂર્ણ રીતે નિષ્ફળ રહ્યું
અદાલતે કહ્યુ કે આરોપીઓ વિરુદ્ધ રજૂ કરવામાં આવેલા પૂરાવામાં ગંભીર ખામીઓ હતી. ઓળખ પરેડને પડ઼કાર આપવાના બચાવ પક્ષના તર્કોને ન્યાયસંગત માન્યા. કકેટલાક સાક્ષીઓ વર્ષો સુધી ચૂપ રહ્યાં અને પછી અચાનક આરોપીઓની ઓળખ કરી, જે અસામાન્ય છે. ઘણા સાક્ષી આવા મામલામાં પહેલા પણ રજૂ થયા હતા, જેનાથી તેની વિશ્વસનીયતા પર સવાલ ઉભા થયા. કથિત આરડીએક્સ અને અન્ય સામગ્રીની જપ્તિને લઈને કોઈ વૈજ્ઞાનિક પૂરાવા રજૂ ન થયા.
પૂરાવા મજબૂત નહોતા
ન્યાયાલયે કહ્યુ- સાક્ષી, તપાસ અને પૂરાવા પૂરતા નહોતા. આરોપી તે સાબિત કરવામાં સફળ રહ્યાં કે તેની પાસે જબરદસ્તીથી કબૂલાત કરાવવામાં આવી. ન્યાયાધીશે કહ્યું- અમે અમારૂ કર્તવ્ય નિભાવ્યું છે. આ અમારી જવાબદારી હતી. તે વીડિયો કોન્ફરન્સ દ્વારા દોષી અમરાવતી, નાસિક, નાગપુર અને પુણેની જેલોમાં રડતા જોવા મળ્યા. કોઈએ ખુશી ન વ્યક્ત કરી, બધાની આંખમાં આંસુ હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે