Home> India
Advertisement
Prev
Next

31 ડિસેમ્બર પહેલા મુંબઈ પોલીસે પકડી પાડ્યું 1000 કરોડનું ડ્રગ્સ

 મુંબઈ પોલીસને નશાકારક પદાર્થ વિરોધી ગતિવિધિ અંગે કાર્યવાહી કરતા માદક દ્રવ્યોનો મોટો જથ્થો પકડી પાડ્યો છે. શુક્રવારે રાત્રે પોલીસે કાર્યવાહી કરીહ તી. આ કાર્યાવહીમાં પોલીસના હાથએ 100 કિલો ફેન્ટાનિલ લાગ્યું છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં તેની કિંમત 1000 કરોડની આસપાસ હોવાનું કહેવાય છે. 

31 ડિસેમ્બર પહેલા મુંબઈ પોલીસે પકડી પાડ્યું 1000 કરોડનું ડ્રગ્સ

મુંબઈ : મુંબઈ પોલીસને નશાકારક પદાર્થ વિરોધી ગતિવિધિ અંગે કાર્યવાહી કરતા માદક દ્રવ્યોનો મોટો જથ્થો પકડી પાડ્યો છે. શુક્રવારે રાત્રે પોલીસે કાર્યવાહી કરીહ તી. આ કાર્યાવહીમાં પોલીસના હાથએ 100 કિલો ફેન્ટાનિલ લાગ્યું છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં તેની કિંમત 1000 કરોડની આસપાસ હોવાનું કહેવાય છે. 

fallbacks

31 ડિસેમ્બર દરમિયાન કરવામાં આવેલી આ કાર્યવાહીમાં પોલીસના હાથે મોટો જથ્થો ઝડપાયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, વાકોલ વિસ્તારના ચાર લોકો પાસે માદક દ્રવ્યો હોવાનું પોલીસને માહિતી મળી હતી. આ માદક દ્રવ્યો અમેરિકામાં મોકલવાના હતા. આ માહિતીના આધારે પોલીસે સલીમ ડોલા, ચંદ્રમણી તિવારી, સંદીપ તિવારી અને ધનશ્યામ તિવારી નામના શખ્સોને પકડી પાડ્યા છે. આ ચારેયની હાલ પૂછપરછ ચાલી રહી છે, જેમાં વધુ ચોંકાવનારી માહિતીઓ સામે આવે તેવી શક્યતા છે. 

fallbacks

આ ઘટના બાદ પોલીસે 31મી ડિસેમ્બરની પાર્ટીઓને લઈને વધુ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી નાખ્યો છે. અટકાયત કરાયેલ ચારેયના સાથીઓના અડ્ડાની માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 

ડ્રગ્સનો 1000 કરોડનો સામાન જપ્ત
સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, કોઈ દવા બનાવનાર કંપની માટે આ ફેન્ટાનિલ પદાર્થ ખરીદવામાં આવ્યો હોય તેવી શક્યતા છે. અટકાયત કરાયેલ ચારેય શખ્સે આ પદાર્થ માટે પરવાનો મેળવ્યો હોવાનો દાવો કર્યો છે. પરંતુ આ દવાનો કેવો ઉપયોગ કરાશે તેનો તેમની પાસે કોઈ જવાબ ન હતો. ચારેયને 1 જાન્યુઆરી સુધી પોલીસ રિમાન્ડમાં રાખવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More