Home> India
Advertisement
Prev
Next

Aryan Khan Case: મુંબઈ રેવ પાર્ટી કેસમાં પ્રથમ રાહત, આ બે આરોપીઓને મળ્યા જામીન

Aryan Khan Case update: મુંબઈ રેવ પાર્ટી મામલામાં (Mumbai Rave Party Case) બે આરોપીઓને સેશન કોર્ટમાંથી જામીન મળી ગયા છે. આર્યન ખાનની જામીન અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી બુધવારે થશે. 
 

Aryan Khan Case: મુંબઈ રેવ પાર્ટી કેસમાં પ્રથમ રાહત, આ બે આરોપીઓને મળ્યા જામીન

મુંબઈઃ મુંબઈ રેવ પાર્ટી મામલામાં (Mumbai Rave Party Case) બે આરોપીઓને સેશન કોર્ટમાંથી જામીન મળી ગયા છે. મનીષ રાજગરિયા અને અવિન સાહૂને કોર્ટે રાહત આપી છે. આ મામલામાં 11 નંબરના આરોપી મનીષ રાજગરિયાની 2.4 ગ્રામ ગાંજા સાથે ધરપકડ કરવામાં આવી હતી. મનીષના વકીલ અજય દુબેએ જણાવ્યુ કે, 50 હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. મનીષ રાજગરિયાની સાથે અવિન સાહૂને પણ સ્પેશિયલ  NDPS કોર્ટથી જામીન મળ્યા છે. 

fallbacks

Aryan Khan ની જામીન અરજી પર બુધવારે સુનાવણી
શાહરૂખ ખાન (Shah Rukh Khan) ના પુત્ર આર્યન ખાન (Aryan Khan) ની જામીન અરજી પર સુનાવણી બોમ્બે હાઈકોર્ટમાં ચાલી રહી છે. આર્યનના જામીન પર આજે (26 ઓક્ટોબરે) સુનાવણી કલાકો સુધી ચાલી પરંતુ કોર્ટે કોઈ ચુકાદો આપ્યો નહીં અને હવે આ કેસમાં બુધવારે વધુ સુનાવણી થશે. મહત્વનું છે કે આ કેસમાં આરોપી આર્યન ખાન અને અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાની જામીન અરજીને 20 ઓક્ટોબરે નકારી દેવામાં આવી હતી. આર્યન ખાન 18 દિવસથી જેલની હવા ખાઈ રહ્યો છે. તે આ મામલામાં 8 ઓક્ટોબરથી મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે. 

આ પણ વાંચોઃ Drugs Case: હજુ આજે જેલમાં રહેશે આર્યન ખાન, જામીન અરજી પર બુધવારે વધુ સુનાવણી

નવાબ મલિકે ઉદ્ધવ ઠાકરે સાથે કરી મુલાકાત
આ વચ્ચે એનસીપી નેતા તથા મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિકે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠઆકરે સાથે મુલાકાત કરી છે. નવાબ મલિકે રાજ્યના ગૃહમંત્રી પાટિલ સાથે પણ મુલાકાત કરી. મહત્વનું છે કે એનસીબી અધિકારી સમીર વાનખેડે પર મલિક સતત સવાલ ઉઠાવી રહ્યા છે. મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી નવાબ મલિકે મુખ્યમંત્રી સાથે મુલાકાત બાદ કહ્યુ, સમીર વાનખેડે પર લાગેલા આરોપોની તપાસ માટે એસઆઈટી બનાવવામાં આવે. હોલીવુડ બાદ બોલીવુડ સૌથી મોટી ઈન્ડસ્ટ્રી છે પરંતુ બોલીવુડની બદનામીથી મોટુ નુકસાન થયું છે. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રીએ પણ ચિંતા વ્યક્ત કરી છે. મુખ્યમંત્રી આ મુદ્દે પ્રધાનમંત્રીને પત્ર લખશે. 

દિલ્હીથી મુંબઈ જશે ટીમ
મહત્વનું છે કે સમીર વાનખેડે ક્રૂઝથી ડ્રગ્સ જપ્ત કરવાના મામલાની તપાસની આગેવાની કરી રહ્યા છે, જેમાં અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યનની ધરપકડ કરવામાં આવી છે. આ મામલામાં વાનખેડે પર વસૂલીના આરોપ લાગ્યા છે. સમીર વાનખેડે મંગળવારે એનસીબીના દિલ્હી સ્થિત મુખ્યાલય પહોંચ્યા અને અહીં બે કલાક રહ્યા હતા. એનસીબીના ડેપ્યુટી ડાયરેક્ટર ઉત્તર ક્ષેત્ર જ્ઞાનેશ્વર સિંહ આ આરોપોની વિભાગીય તપાસનું નેતૃત્વ કરી રહ્યા છે. હવે આ મામલાની તપાસ માટે 5 લોકોની ટીમ બુધવારે દિલ્હીથી મુંબઈ આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More