Home> India
Advertisement
Prev
Next

કોર્ટની નોટિસ બાદ ઠાકરે સરકાર પર નવનીત રાણાનો હુમલો, કહ્યું- આખી જિંદગી જેલમાં રહેવા તૈયાર

જામીનની શરતોના ઉલ્લંઘનના આરોપો પર કોર્ટની નોટિસને લઈને નવનીત રાણાએ પ્રતિક્રિયા આપી છે. દિલ્હી પહોંચેલી સાંસદ નવનીત રાણાએ કહ્યું કે, અમે દિલ્હીથી પરત જઈને કોર્ટની નોટિસનો જવાબ આપીશું. 

કોર્ટની નોટિસ બાદ ઠાકરે સરકાર પર નવનીત રાણાનો હુમલો, કહ્યું- આખી જિંદગી જેલમાં રહેવા તૈયાર

મુંબઈઃ મહારાષ્ટ્રમાં હનુમાન ચાલીસા વિવાદ સતત વધી રહ્યો છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના ઘર માતોશ્રી બહાર હનુમાન ચાલીસાના પાઠ કરાવવાને લઈને વિવાદોમાં આવેલા સાંસદ નવનીત રાણા વિરુદ્ધ મહારાષ્ટ્ર સરકાર ફરી કોર્ટમાં પહોંચી છે. સરકારી વકીલે કોર્ટ પાસે માંગ કરી કે જેલમાંથી બહાર આવ્યા બાદ અમરાવતીના સાંસદ નવનીત રાણા અને તેમના પતિએ  જામીનની શરતોનો ભંગ કર્યો છે. તેથી તેમને ફરી જેલ મોકલવા જોઈએ. ત્યારબાદ કોર્ટે રાણા દંપતિને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે અને પૂછ્યુ કે શું કામ તેમની વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ ઈશ્યૂ ન કરવામાં આવે. હવે આ મુદ્દે નવનીત રાણાએ પ્રતિક્રિયા આપી છે. દિલ્હી પહોંચેલા સાંસદે કહ્યું કે અમે દિલ્હીથી પરત જઈ કોર્ટની નોટિસનો જવાબ આપીશું. 

fallbacks

આખી જિંદગી જેલમાં રહેવા તૈયારઃ નવનીત રાણા
દિલ્હી પહોંચેલા સાંસદ નવનીત રાણાએ મીડિયા સાથે વાત કરતા કહ્યુ કે, જો રામના નામ પર આખી જિંદગી જેલમાં રહેવું પડે તો પણ તૈયાર રહીશ. જામીનની શરતોના ભંગ પર તેમણે કહ્યું- મીડિયા સાથે જેલમાં થયેલા દુર્વ્યવહાર પર અમે વાત કરી છે. જામીનની શરતોનું ઉલ્લંઘન કર્યું નથી. અમારા પર જે આરોપ લાગ્યા તેના પર કોઈ વાત કરી નથી. કોર્ટની નોટિસ પર અમરાવતીથી સાંસદે કહ્યું કે, ભગવાનનું નામ લેવું ખોટુ નથી. જો ભગવાન રામનું નામ લેવાને લઈને મને કોઈ આખી જિંદગી જેલમાં રહેવું પડે તો પણ તૈયાર છું. 

નવનીત રાણાએ કહ્યું, હું દેશની પ્રથમ મહિલા જનપ્રતિનિધિ છું, જેને ભગવાનનું નામ લેવા પર જેલમાં પૂરવામાં આવ્યા. જ્યારે આદિત્ય ઠાકરે જેલ જાય ત્યારે જોઈશું તેની પ્રતિક્રિયા શું હોય છે. તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર  પ્રહાર કરતા કહ્યું કે તેમણે કોઈ કામ કર્યું નથી. તેણે આજે દેખાડવુ પડે છે કે અસલી ભક્ત કોણ છે અને નકલી ભક્ત કોણ છે. બીએમસી તરફથી ઘર બનાવવામાં ગડબડીની નોટિસ પર તેમણે કહ્યું કે, મને બેઘર પણ કરી દેવામાં આવશે તો પણ હું હિંમત સાથે લડીશ. તેમણે શિવસેના પર સત્તાના દુરૂપયોગનો આરોપ લગાવ્યો હતો. 

આ પણ વાંચોઃ દીકરીઓનું ભાવિ થશે ચકાચક, આ રાજ્યમાં IIM-IIT અને મેડિકલની પૂરેપૂરી ફી હવે સરકાર ભરશે

ઉદ્ધવ સરકાર પર આક્રમક વલણને લઈને કહ્યું કે, બાલાસાહેબે હિન્દુત્વ માટે લડાઈ લડી, પરંતુ તેમણે પદ માટે લડાઈ લડી છે. અમે બાલાસાહેબને માનીએ છીએ અમે ઉદ્ધવ ઠાકરેને માનતા નથી. તે પદ માટે પોતાની વિચારધારા સહિત અન્ય વસ્તુને છોડી ચુક્યા છે. મહારાષ્ટ્રમાં પ્રથમવાર છે જ્યારે લાંબા સમય સુધી મુખ્યમંત્રી ઓફિસે જતા નથી. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More