Home> India
Advertisement
Prev
Next

આ શું થઈ રહ્યું છે? મુસ્લિમ ભાડૂઆતે ઘરમાં રાખ્યો PM મોદીનો ફોટો તો મકાન માલિકને આવી ગયો ગુસ્સો

હાલમાં જ ઉત્તર પ્રદેશમાં એક મુસ્લિમ યુવકને ભાજપની જીતની ઉજવણી કરવી ભારે પડી અને તેની નિર્દયતાથી મારપીટ કરાઈ જેમાં તેનું મોત નિપજ્યું. હવે બીજો એક બનાવ ઈન્દોરમાં સામે આવ્યો છે જ્યાં એક મુસ્લિમ યુવકને તેના ઘરમાં પીએમ મોદીનો ફોટો રાખવો ભારે પડ્યો છે. એવો આરોપ છે કે પીએમ મોદીનો ફોટો ઘરમાં રાખવા બદલ તેનો મકાન માલિક અને પાડોશી ઘર ખાલી કરાવવાની ધમકી આપી રહ્યા છે. આ પીડિત યુવકે હવે સરકાર પાસે ગુહાર લગાવી છે. 

આ શું થઈ રહ્યું છે? મુસ્લિમ ભાડૂઆતે ઘરમાં રાખ્યો PM મોદીનો ફોટો તો મકાન માલિકને આવી ગયો ગુસ્સો

ઈન્દોર: હાલમાં જ ઉત્તર પ્રદેશમાં એક મુસ્લિમ યુવકને ભાજપની જીતની ઉજવણી કરવી ભારે પડી અને તેની નિર્દયતાથી મારપીટ કરાઈ જેમાં તેનું મોત નિપજ્યું. હવે બીજો એક બનાવ ઈન્દોરમાં સામે આવ્યો છે જ્યાં એક મુસ્લિમ યુવકને તેના ઘરમાં પીએમ મોદીનો ફોટો રાખવો ભારે પડ્યો છે. એવો આરોપ છે કે પીએમ મોદીનો ફોટો ઘરમાં રાખવા બદલ તેનો મકાન માલિક અને પાડોશી ઘર ખાલી કરાવવાની ધમકી આપી રહ્યા છે. આ પીડિત યુવકે હવે સરકાર પાસે ગુહાર લગાવી છે. 

fallbacks

વાત જાણે એમ છે કે પીએમ નરેન્દ્ર મોદીની વિચારધારાથી પ્રેરિત એક યુવક મંગળવારે ઈન્દોરમાં પોલીસ જનસુનાવણીમાં પહોંચી ગયો હતો. પીર ગલીમાં રહેતા યુસુફે અધિકારીઓને કહ્યું કે તેણે પોતાના ઘરમાં પીએમ નરેન્દ્ર મોદીનો ફોટો લગાવ્યો છે. ઘરનો માલિક શરીફ મનસૂરી, યાકૂબ મનસૂરી અને સુલ્તાન મનસૂરી આ ફોટાને હટાવવાની માગણી કરી રહ્યા છે. ફોટો ન હટાવવા બદલ ઘર ખાલી કરાવવાની ધમકી પણ આપી રહ્યા છે. 

Uttar Pradesh: દિવ્યાંગ યુવકની જાહેરમાં નિર્દયતાથી પીટાઈ કરી, Video જોઈ લોહી ઉકળી જશે

પીએમ મોદીનો ફોટો રાખ્યો તો કરી રહ્યા છે હેરાનગતિ
પીડિત યુવકના જણાવ્યાં મુજબ પીએમ મોદીનો ફોટો ઘરમાં રાખ્યા બાદ તેને અને તેના પરિજનોને યેનકેન પ્રકારે હેરાન કરવામાં આવી રહ્યા છે. છેલ્લા 8 દિવસથી તેના ઘરની હાલત એવી થઈ ગઈ છે કે તેની માતાને હાર્ટ એટેક આવી ગયો છે. જેમની સારવાર કરવી પણ મુશ્કેલ થઈ ગઈ છે. બીજી બાજુ મકાન માલિક સતત ઘર ખાલી કરાવવાની ધમકી આપે છે. જેના કારણે તેણે જન સુનાવણીમાં આવવું પડ્યું. 

Free LPG Cylinders: આ રાજ્યમાં દરેક પરિવારને વાર્ષિક 3 રાંધણ ગેસ સિલિન્ડર મફત મળશે, સરકારની મોટી જાહેરાત

યુપીમાં પણ ઘટી આ પ્રકારની ઘટના
એડિશનલ ડીસીપી મનિષા પાઠક સોનીએ આ મામલે વિગતો આપતા કહ્યું કે મામલાને તપાસ માટે સોંપ્યો છે. અત્રે જણાવવાનું કે હાલમાં જ આવો એક બનાવ યુપીના કુશીનગરમાં બન્યો હતો જેમાં ભાજપની જીત પર એક મુસ્લિમ યુવકે ઉજવણી કરતા તેના સમાજના લોકોએ તેની નિર્દયતાથી પીટાઈ કરીને હત્યા કરી નાખી. યુવક ભાજપની જીત પર કુશીનગરમાં મીઠાઈ વહેંચી રહ્યો હતો. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More