નવી દિલ્હીઃ મથુરા મંદિરમાં નમાઝ પઢનાર ફૈસલ ખાનની યૂપી પોલીસે દિલ્હીના જામિયા નગરથી ધરપકડ કરી છે. આ મામલામાં ચાર લોકો પર કેસ દાખલ કરવામાં આવ્યો છે. આરોપ છે કે 29 ઓક્ટોબરે મથુરાના નંદ બાબા મંદિરમાં ચાર લોકો આવ્યા હતા. તેમાંથી બે લોકોએ મંદિરના સેવકોને ગેરમાર્ગે દોરી મંદિર પરિસરમાં નમાઝ પઢી હતી. આ મામલામાં કલમ 153A, 295, 505 હેઠળ બરસાના પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.
આ ફરિયાદ મંદિર તંત્ર તરફથી દાખલ કરાવવામાં આવી હતી. એફઆઈઆરમાં કહેવામાં આવ્યું હતું કે તેના દ્વારા ફોટો સોશિયલ મીડિયામાં અપલોડ કરવાથી હિન્દુ સમુદાયની ભાવનાને દુખ પહોંચ્યું છે અને આસ્થાને ઉંડી ઠેસ પહોંચી છે.
નમાઝ પઢનાર ફૈસલ ખાને કહ્યુ હતુ કે, તેણે છેતરપિંડીથી નમાઝ પઢી નથી. બધાની સામે નમાઝ પઢી હતી. ત્યાં ઘણા લોકો હાજર હતા. કોઈએ ના પાડી નહીં. નમાઝ પઢી કોઈ ષડયંત્ર નહતું. એફઆઈઆર પણ તેણે કહ્યું હતું કે, આ કેસ રાજકીય કારણોથી નોંધાયો છે.
ફૈસલ ખાને કહ્યુ કે, મંદિર પરિસરમાં અમે પૂછીને નમાઝ પઢી હતી. ત્યાં ઘણા લોકો હાજર હતા, જો કોઈએ ના પાડી હોત તો અમે ત્યાં નમાઝ ન પઢત. સદ્ભાવના માટે નમાઝ પઢી હતી. કંઈ ખોટુ કર્યું નથી.
મહત્વનું છે કે મથુરાથી આ મામલો ત્યારે સામે આવ્યો છે, જ્યારે અહીં પર સ્થિત કૃષ્ણ જન્મભૂમિ અને તેની પાસે બનેલી મસ્જિદનો મામલો કોર્ટમાં પહોંચ્યો છે. થોડા દિવસ પહેલા અહીં કેટલાક સંગઠનોએ શાહી ઈદગાહ મસ્જિદને હટાવવાની અપીલ કરી હતી અને મથુરા જિલ્લા કોર્ટમાં અરજી કરી છે, જેના પર નવેમ્બરમાં સુનાવણી થનાવી છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે