Home> India
Advertisement
Prev
Next

આ છે દુનિયાની સૌથી રહસ્યમય કુંડ, જેની ઉંડાઈ વિશે આજ સુધી વિજ્ઞાન પણ નથી લગાવી શક્યું અંદાજ

Mysterious Pool: આપણી ધરતી ઘણા રહસ્યોથી ઘેરાયેલી છે. જેમાંથી મોટાભાગના રહસ્ય આજદિન સુધી અજ્ઞાત છે. આજે અમે તમને એક એવા જ રહસ્યમય કુંડ વિશે જણાવવા જઈ રહ્યા છે. જેની ઉંડાઈ આજે પણ દુનિયા માટે એક રહસ્ય બની રહી છે. 

આ છે દુનિયાની સૌથી રહસ્યમય કુંડ, જેની ઉંડાઈ વિશે આજ સુધી વિજ્ઞાન પણ નથી લગાવી શક્યું અંદાજ

Bheem Kunda: દુનિયાભરના વૈજ્ઞાનિક આ કુંડની ઉંડાઈ વિશે જાણી શક્યા નથી. આ ટેંક ભારતમાં છે અને તેના વિશે કહેવાય છે કે, વૈજ્ઞાનિક પણ આજ સુધી ટેંકની ઉંડાઈ વિશે જાણી શક્યા નથી. તમને જણાવી દઈએ કે, આ રહસ્યમય કુંડનું નામ ભીમ કુંડ છે. જે મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લાના લગભગ 70 કિલોમીટર દૂર બાજવા ગામમાં સ્થિત છે. 

fallbacks

આ કુંડની કહાની તેના નામ પરથી જ ખબર પડી જાય છે. ભીમનો સંબંધ મહાભારત સાથે છે તો તેની કહાની પણ મહાભારત કાળ સાથે જોડાયેલી છે. આ સરોવર વિશે કહેવાય છે કે, મહાભારત કાળમાં જ્યારે પાંડવ વનવાસમાં હતા અને આમ-તેમ ફરી રહ્યા હતા ત્યારે તેમને ખુબ જ તરસ લાગી હતી. પરંતુ ક્યાંય પાણી નહોતું મળતું. ત્યારે ભીમે પોતાની ગદાથી જમીન પર પ્રહાર કર્યો અને આ કુંડનું નિર્માણ કર્યું અને પોતાની તરસ છીપાવી. કહેવાય છે કે, આ કુંડ 40-80 મીટર પહોળુ અને એકદમ ગદા જેવું દેખાય છે. આ કુંડ જોવામાં ઘણું સાધારણ લાગે છે પરંતુ તેની વિશેષતાઓ તમને ચોંકાવી દેશે. 

આ પણ વાંચો: Honeymoon Place: ભારતમાં આવેલા આ આઈલેન્ડ હનીમૂન પર જવા માટે છે બેસ્ટ ઓપ્શન
આ પણ વાંચો: ખબર છે!!! શારીરિક સંબંધ માટે સ્ત્રી-પુરૂષ આ રીતે કરે છે ઇશારા, સમજો બોડી લેંગ્વેજ
આ પણ વાંચો: Sexual Health: શારીરિક સંબંધ માટે આ છે બેડટાઈમ, પાર્ટનરને નહી મળે પુરતો સંતોષ

આ કુંડ વિશે કહેવાય છે કે, એશિયા મહાદ્વિપમાં જ્યારે કોઈ પણ પ્રાકૃતિક આપત્તિ એટલે કે, પૂર, વાવાઝોડુ કે સુનામી આવે છે ત્યારે આ કુંડનું પાણી આપોઆપ ઉછળવા લાગે છે. કહેવાય છે કે, સ્થાનિક પ્રશાસનથી લઈને વિદેશી વૈજ્ઞાનિકો અને ડિસ્કવરી ચેનલ સુધી તમામે આ રહસ્યમય કુંડની ઉંડાઈથી જાણવાની કોશિશ કરી. પરંતુ તમામને નિરાશા મળી. કહેવાય છે કે, એકવાર વિદેશી વૈજ્ઞાનિકોએ પૂલની ઉંડાઈ જાણવા માટે 200 મીટર પાણીની અંદર એક કેમેરો મોકલ્યો પરંતુ છતાં ઉંડાઈની જાણકારી ન મળી. 

આ કુંડ વિશે એવું પણ કહેવાય છે કે તેનું પાણી ગંગા જેટલું શુદ્ધ છે અને ક્યારેય બગડતું નથી, જ્યારે સામાન્ય રીતે સ્થિર પાણી ધીમે ધીમે બગડવાનું શરૂ કરે છે. આ પૂલ કેટલો ઊંડો છે અને જ્યારે પણ પ્રલય આવવાનો છે ત્યારે પૂલનું પાણીનું સ્તર કેમ વધી જાય છે તેનો કોઈ જવાબ આજે પણ વૈજ્ઞાનિકો પાસે નથી.

આ પણ વાંચો: સુહાગરાતની Reels બાદ હવે સુહાગરાતનો આખેઆખો આલ્બમ વાયરલ
આ પણ વાંચો: બિન્દાસ છે આ છોકરી...છોકરો ના પાડતો રહી તો પણ તૂટી પડી, કીસથી કરી દીધો તરબોળ!!!!
આ પણ વાંચો: છોકરા સાથે બળજબરી કરી રહી છે છોકરી, દરવાજો બંધ કરીને કરીને એવી હરકત કે...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More