Home> India
Advertisement
Prev
Next

Nagpur: કોવિડ હોસ્પિટલના ICU વોર્ડમાં આગ લાગતાં 3ના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુખ

વાડી વિસ્તારમાં વેલ ટ્રીટ કોવિડ હોસ્પિટલના આઇસીયૂમાં આગ લાગી હતી. આગ લાગવાના કારણે ત્યાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. દર્દીઓને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરાવવામાં આવ્યા છે. ઘટનામાં દાઝી જતાં 3 લોકોના મોત થયા છે. આ અકસ્માતના પગલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુખ વ્યક્ત કર્યું છે. 

Nagpur: કોવિડ હોસ્પિટલના ICU વોર્ડમાં આગ લાગતાં 3ના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુખ

નાગપુર: કોરોનાની માર સહન કરી રહેલા નાગપુરના વાડી વિસ્તારમાં વેલ ટ્રીટ કોવિડ હોસ્પિટલના આઇસીયૂમાં આગ લાગી હતી. આગ લાગવાના કારણે ત્યાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. દર્દીઓને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરાવવામાં આવ્યા છે. ઘટનામાં દાઝી જતાં 3 લોકોના મોત થયા છે. આ અકસ્માતના પગલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુખ વ્યક્ત કર્યું છે. 

fallbacks

નાગપુરના વેલ ટ્રીટ કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર હોસ્પિટલના આઇસીયૂમાં આગ લાગી છે. આગ લાગ્યા બાદ હોસ્પિટલમાં સારવાર કરી રહેલા દર્દીઓને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરાવવામાં આવ્યા છે. અકસ્માતમાં 1 મહિલા સહિત 3 લોકોના મોત થયા છે. 

Reality Check: સિવિલમાં સારવાર લેતાં ડરે છે કોરોનાના દર્દીઓ, ઘરે સારવાર લેવા બન્યા મજબૂર

ઘટનાસ્થળ પર ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ ઉપરાંત પોલીસના ઉચ્ચ અધિકારી પણ પહોંચી ગયા હતા. પોલીસે અકસ્માત પર જણાવ્યું કે લગભગ 27 લોકોને અહીંથી નિકાળી બીજી હોસ્પિટલોમાં શિફ્ટ કરાવવામાં આવ્યા છે. તેમના સ્વાસ્થ્યની સ્થિતિ વિશે કંઇ કહી ન શકાય. 

સરકારી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના મેડિકલ સુપરિટેંડેંટ ડોક્ટર અવિનાશ ગવાંડેએ કહ્યું કે ગર્વમેંટ મેડિકલ કોલેજમાં 3 લાશ લાવવામાં આવી છે. આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી. જોકે કહેવામાં આવી રહ્યું છે કે આગ એસીમાંથી નિકળતી જોવા મળી હતી. 

પીએમ મોદીએ અકસ્માત પર વ્યક્ત કર્યું દુખ
નાગપુર હોસ્પિટલમાં લાગેલી આગની ઘટના પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ પર દુખ વ્યક્ત કર્યું છે. તેમણે પોતાના ટ્વીટ દ્રારા અકસ્માતમાં મૃત્યું પામેલા લોકોના પરિવારને શોક સાંત્વના આપી હતી. સાથે જ અકસ્માતમાં ઘાયલ લોકો જલદી સાજા થઇ જાય તે માટે પ્રાર્થના કરી હતી. 

ગૃહ મંત્રી અમિત શાહ અને કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ પણ ટ્વીટ કરી આ અકસ્માત પર દુખ વ્યક્ત કર્યું છે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આ દુખની ઘડીમાં મૃતકોના પરિજનો પ્રત્યે હું ઉંડી સંવેદના વ્યક્ત કરું છું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More