Home> India
Advertisement
Prev
Next

Election Result 2022: 'ખુબ-ખુબ આભાર', ગુજરાતની જનશક્તિને નમન, જીત બાદ પીએમ મોદીની પહેલી પ્રતિક્રિયા

Gujarat Himachal Election Result 2022: ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ ઈતિહાસ રચી દીધો છે. ભવ્ય જીત બાદ સત્તામાં ભાજપની વાપસી થઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને ગુજરાતની જનતાનો આભાર માન્યો છે. 

Election Result 2022: 'ખુબ-ખુબ આભાર', ગુજરાતની જનશક્તિને નમન, જીત બાદ પીએમ મોદીની પહેલી પ્રતિક્રિયા

નવી દિલ્હીઃ Gujarat Himachal Election Result: ગુજરાત અને હિમાચલ વિધાનસભા ચૂંટણીના પરિણામ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રથમ પ્રતિક્રિયા આપી છે. પીએમ મોદીએ ગુજરાતમાં ભાજપની રેકોર્ડ જીત પર કહ્યું- 'ધન્યવાદ ગુજરાત. અભૂતપૂર્વ ચૂંટણી પરિણામો જોઈને હું ભાવનાઓથી અભિભૂત છું. લોકોએ વિકાસની રાજનીતિને આશીર્વાદ આપ્યા સાથે ઈચ્છા વ્યક્ત કરી છે કે આ ગતિ વધુ ઝડપે ચાલતી રહે. હું ગુજરાતની જન શક્તિને નમન કરુ છું.'

fallbacks

પીએમ મોદીએ હિમાચલની જનતાનો પણ આભાર માન્યો છે. તેમણે કહ્યું, 'હું હિમાચલ પ્રદેશની જનતાને ભાજપ પ્રત્યે સ્નેહ અને સમર્થન માટે ધન્યવાદ આપુ છું. અમે આવનારા સમયમાં રાજ્યની આકાંક્ષાઓ પૂરી કરવા અને લોકોના મુદ્દાને ઉઠાવવા માટે કામ કરતા રહીશું.'

ગુજરાતમાં ભાજપ ઈતિહાસ રચીને સત્તામાં વાપસી કરી રહ્યું છે. ચૂંટણી પંચના આંકડા પ્રમાણે ભાજપે 182 વિધાનસભા સીટમાંથી 126 સીટ જીતી લીધી છે અને 30 સીટ પર આગળ ચાલી રહ્યું છે. કોંગ્રેસનું ગુજરાતના ચૂંટણી ઈતિહાસમાં સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું છે. કોંગ્રેસને વિપક્ષનો દરજ્જો મળે એટલી સીટો પણ મળી રહી નથી. કોંગ્રેસ 17 સીટો પર આગળ ચાલી રહી છે. તો આમ આદમી પાર્ટીને માત્ર પાંચ સીટ મળી રહી છે. 

આ પણ વાંચોઃ 'મારૂ એક કામ કરશો', નરેન્દ્ર મોદીની અપીલ અને ગુજરાતમાં ભાજપે રચી દીધો ઈતિહાસ

ફરી ગુજરાતની કમાન સંભાળશે ભૂપેન્દ્ર પટેલ
ભાજપની ભવ્ય જીતની કમલમમાં ભવ્ય ઉજવણી કરવામા આવી રહી છે. જીત બાદ કમલમમાં પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી. સીઆર પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે એકબીજાને મીઠાઈ ખવડાવીને મોઢા મીઠા કરાવ્યા હતા. 12 ડિસેમ્બરના રોજ અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે નવી સરકારની શપથવિધિ સમારોહની જાહેરાત કરાઈ છે. ગુજરાતમાં ભાજપના ભવ્ય જીતના પરચમ લહેરાવનાર સીઆર પાટીલે જાહેરાત કરી કે, 12 ડિસેમ્બરે, સોમવારે ગાંધીનગરમાં બપોરે 2 વાગે હેલિપેડ ગ્રાઉન્ડ પર શપથવિધિ સમારોહ યોજાશે. પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ શપથવિધિ સમારોહમાં હાજર રહેશે. 12મીએ ભૂપેન્દ્ર પટેલ જ મુખ્યમંત્રી પદના શપથ લેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More