Home> India
Advertisement
Prev
Next

પ્રયાગરાજમાં પીએમ મોદી કહ્યું- કોંગ્રેસે દેશની બંધારણીય સંસ્થાઓને બરબાદ કરી

પીએમ મોદીએ કહ્યું કે પ્રયાગરાજ તપ, તપસ્યા અને સંસ્કારની ધરતી છે. પ્રયાગરાજ આવવાથી એક નવી ઉર્જા મળે છે. આ વખતે કુંભમેળાના દરેક શ્રદ્ધાળુ અક્ષયવતના દર્શન કરી શકશે.

પ્રયાગરાજમાં પીએમ મોદી કહ્યું- કોંગ્રેસે દેશની બંધારણીય સંસ્થાઓને બરબાદ કરી

પ્રયાગરાજ: વિધાનસભા ચૂંટણીના પરીણામ બાદ પ્રથમ વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક દિવસના પ્રવાસ પર આજે (રવિવાર) ઉત્તર પ્રદેશના રાયબરેલી બાદ પ્રયાગરાજ પહોંચા. પીએમ મોદીએ કહ્યું કે પ્રયાગરાજ તપ, તપસ્યા અને સંસ્કારની ધરતી છે. પ્રયાગરાજ આવવાથી એક નવી ઉર્જા મળે છે. આ વખતે કુંભમેળાના દરેક શ્રદ્ધાળુ અક્ષયવતના દર્શન કરી શકશે. પીએમ મોદીએ કહ્યું કે ઘણા વર્ષોથી અક્ષયવત કિલ્લામાં બંધ હતો. હવે શ્રદ્ધાળુઓને અક્ષયવતના દર્શન કરવાનો સૌભાગ્ય મળશે. મે પણ અક્ષયવતના દર્શન કર્યો છે.

fallbacks

વધુમાં વાંચો: કર્ણાટક: બાગલકોટમાં સુગર ફેક્ટરીમાં બ્લાસ્ટથી 6 લોકોના મોત, 5 ઘાયલ

પીએમ મોદીએ કહ્યું કે પ્રયાગરાજ એવી જગ્યા છે જેને ન્યાયનું મંદિર પણ કહેવામાં આવે છે. પાછલા કેટલાક સમયથી ન્યાયપાલિકા પર દબાણની રમત શરૂ થઇ ગઇ છે. તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે દેશ પર સૌથી વધારે રાજ કરનારી પાર્ટીએ ન્યાયપાલિકાન સાથે દેશના બધી બંધારણીય સંસ્થાઓને નષ્ટ કરવામાં લાગી છે. કોંગ્રેસને ન્યાયપાલિકા પસંદ નથી. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસને હમેશા બધારણીય સંસ્થાઓને તેમની આગળ ઝૂકવા માટે મજબૂર કર્યા છે. કોંગ્રેસે બંધારણીય સંસ્થાઓને બરબાદ કરી છે. કોંગ્રેસ સ્વાસ્થની આગળ ના જનતાનું હતી જોવે છે અને ના લોકતંત્રનું હિત જોવે છે.

fallbacks

વધુમાં વાંચો: અયોધ્યામાં શરૂ થયો નવો વિવાદ, BJP પર લાગ્યો મંદિર તોડવાનો આરોપ

પીએમ મોદીએ કહ્યું કે ઇન્દિરા ગાંધીના લોકતંત્રને નષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે. કોંગ્રેસ પહેલાથી જજોને ડરાવી અને ધમકાવતી આવી છે. કોંગ્રેસનો ઇતિહાસ જેટલો કોળો છે વર્તમાન પણ તેટલું જ કલંકિત છે.

પીએમ મોદીએ કહ્યું કે કુંભમેળાનું આયોજન દેશની પ્રતિષ્ઠાનો સવાલ છે. દુનિયાભરના છાત્ર અહીંયા આપણી સાંસ્કૃતિક વિરાસતને સીખવા આવે છે. પીએમ મોદીએ કહ્યું કે કુંભથી પહેલા સિવિલ એરપોર્ટ ટર્મિનલથી પ્રયાગરાજની કનેક્ટિવિટી વધશે. આ સ્માર્ટ પ્રયાગરાજની તરફ વધવાનું એક પગલું છે. પીએમ મોદીએ કહ્યું કે આ કુંભમેળામાં તપથી ટેકનીક સુધીની અનુભૂતિ કરાવવાનો પ્રયાસ કરવામાં આવશે. આધ્યત્મ, આસ્થા અને આધુનિકતાના ત્રિવેણી સંગમ કેટલું ભવ્ય અને બેજોડ થઇ શકે છે, તેનો અનુભવ લઇ લોકો અહીંયાથી જશે, તેનો પ્રયત્ન કરવામાં આવશે. પ્રયાગરાજમાં સેલ્ફી પોઇન્ટ પણ બનાવવામાં આવ્યો છે.

વધુમાં વાંચો: 'હું સૈનિકોના લાખો કરોડો પરિવાર પ્રત્યે જવાબદાર, એક પરિવાર પ્રત્યે નહીં'- પીએમ મોદી

પીએમ મોદીએ મંચથી અપીલ કરતા કહ્યું કે ગંગાને સ્વચ્છ બનાવવા માટે તમારે બધાએ પ્રયાસ કરવો પડશે. ગંગાની સફાઇ માટે સરકાર પ્રતિબદ્ધ છે. ગંગાની સપાઇ અને આ ઘાટના સુશોભન સાથે સંકળાયેલ તેમના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યુ હતું. પીએમ મોદીએ કહ્યું કે, 1700 કરોડ રૂપિયાના ખર્ચથી બનાતા સીવેજ-ટ્રીટમેન્ટ પ્લાંટ્સથી શહેરને લગભગ એક ડર્જન ડ્રેઇન્સને સીધા ગંગામાં જતા રોકવામાં આવશે. નમાનિ-ગંગે પરિયોજનામાં લગભગ 150 ઘાટનું સુશોભન કરવામાં આવશે. તેમાંથી લગભગ 50 ઘાટોનું કામ પુરૂ થઇ ગયું છે.

fallbacks

વધુમાં વાંચો: છત્તીસગઢના નવા મુખ્યમંત્રી બનશે ભૂપેશ બઘેલ, વિધાયક દળે કરી પોતાના નેતા તરીકે પસંદગી

પીએમ મોદીએ આ દરમિયાન પ્રયાગરાજમાં કુંભમેળાના ઈન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું ઉદ્ધાટન કર્યું. આ અગાઉ પીએમ મોદીએ સંગમ ઘાટ પર ગંગા આરતી પણ કરી. તેમની સાથે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ઉપમુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યા, રાજ્યપાલ રામ નાઈક, અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ મહેન્દ્ર નાથ પાંડેય હાજર હતાં. ઝૂંસીમાં એક જનસભામાં પીએમ મોદી 4048 કરોડના 355 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું. પીએમ મોદી પ્રયાગરાજની જનતાને સિવિલ એરપોર્ટ ટર્મિનલની ભેટ પણ આપશે. 

દેશના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More