Home> India
Advertisement
Prev
Next

નસીરુદ્દીને અસહિષ્ણુતાનું ભુત ફરી બેઠુ કર્યું, લઘુમતી પંચે નિવેદનને વખોડ્યું

રાષ્ટ્રીય લઘુમતી પંચે નસીરુદ્દીન શાહનાં નિવેદન અંગે અસંમતી વ્યક્ત કરતા બિનજવાબદારીભર્યું નિવેદન ગણાવ્યું હતું

નસીરુદ્દીને અસહિષ્ણુતાનું ભુત ફરી બેઠુ કર્યું,  લઘુમતી પંચે નિવેદનને વખોડ્યું

નવી દિલ્હી : અભિનેતા નરીરુદ્દીન શાહે અસહિષ્ણુતા મુદ્દે અપાયેલા નિવેદન બાદથી જ હોબાળો મચેલો છે. હવે આ મુદ્દે રાષ્ટ્રીય લઘુમતી પંચ પણ કુદી પડ્યું છે. રાષ્ટ્રીય લઘુમતી પંચે નસીરુદ્દીન શાહનાં નિવેદન પર અસંમતી વ્યક્ત કરતા બિન જવાબદારીપુર્ણ વલણ કહ્યું છે. લઘમતી પંચના અધ્યક્ષ ગય્યરુલ હસને કહ્યું કે, રાષ્ટ્રીય લઘુમતી પંચ ભારતીય અભિનેતા નસીરુદ્દીન શાહનાં નિવેદન સાથે કોઇ લેવા દેવા નથી. 

fallbacks

UP: ભાજપનાં MLCનો દાવો હનુમાનજી મુસ્લિમ હતા, આપ્યો વિચિત્ર તર્ક...

પંચના અનુસાર સમગ્ર ભારતમાં શાંતિ અને એકતાનો માહોલ છે. પંચે આગળ કહ્યું કે, જે દેશે તેમને (નસીરુદ્દીન શાહ) તે ઉંચાઇ સુધી પહોંચાડ્યા. તે દેશ માટે તેમણે એવું ન કરવું જોઇએ. અભિનેતા નસીરુદ્દીન શાહે હાલમાં જ ટોળા દ્વારા કરવામાં આવેલી હિંસાનો હવાલો ટાંકતા કહ્યું હતું કે, અનેક સ્થળો પર એક ગાયનાં મોતને એક પોલીસ અધિકારીથી વધારે મહત્વ આપવામાં આવ્યું. ફિલ્મ અભિનેતાએ પોતાનાં બાળકોની સુરક્ષા મુદ્દે ફીકર વ્યક્ત કરી હતી. તેમનું કહેવું હતું કે તેમણે પોતાનાં બાળકોનો કોઇ ખાસ ધર્મનું શિક્ષણ નથી આપ્યું. 

fallbacks
બુલંદ શહેરમાં 2 લોકોનાં મોતની ચિંતા, 21 ગાયો કપાઇ તેની કોઇને ચિંતા નથી: MLA...

અભિનેતાનું કહેવું છે કે, ઝેર ફેલાઇ ચુક્યું છે, હવે તેને અટકાવવું મુશ્કેલ થશે. જે જિન્નને પરત બોટલમાં બંધ કરવું મુશ્કેલ થશે. જેઓ કાયદાને તમે હાથમાં લઇ રહ્યા છે તેમને ઉઘાડી છુટ આપવામાં આવી છે. 
રાષ્ટ્રીય લઘુમતી પંચ સતત દેશનાં રાજકારણમાં ગરમ રહેનારા મુદ્દાઓ પર સ્પષ્ટ રીતે બોલતા રહ્યા છે. અગાઉ પંચના અધ્યક્ષ ગય્યરુલ હસને અયોધ્યામાં રામ મંદિર બનાવવાની ભલામણ કરી હતી, ત્યાર બાદ આ મુદ્દે તેઓ પ્રસ્તાવ પણ લઇને આવ્યા હતા, જો કે તે પ્રસ્તાવને પંચમાં પાસ નથી કરવામાં આવ્યું અને સુપ્રીમ કોર્ટ પર જ નિર્ણય છોડી દેવામાં આવ્યો.
અફઘાનિસ્તાનમાંથી પણ અમેરિકન સૈન્ય પરત બોલાવાશે, ટ્રમ્પનો ચોંકાવનારો નિર્ણય...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More