Home> India
Advertisement
Prev
Next

આજથી શરૂ થયા ‘નૌતપા’: આ દિવસો લોકો માટે રહેશે આકરા, જાણો શું છે કારણ...

આજથી નૌતપા શરૂ થઇ રહ્યું છે. એવામાં આજથી લઇને 3 જૂન સુધી સૂર્ય અને પૃથ્વી વચ્ચેના અંતરમાં ઘટાડો થાય છે. જેના કારણે તાપમાનમાં અતિશય ભારે ગરમીનો અનુભવ થાય છે અને 9 દિવસ સુધી ભારે ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠે છે.

આજથી શરૂ થયા ‘નૌતપા’: આ દિવસો લોકો માટે રહેશે આકરા, જાણો શું છે કારણ...

નવી દિલ્હી: આજથી નૌતપા શરૂ થઇ રહ્યું છે. એવામાં આજથી લઇને 3 જૂન સુધી સૂર્ય અને પૃથ્વી વચ્ચેના અંતરમાં ઘટાડો થાય છે. જેના કારણે તાપમાનમાં અતિશય ભારે ગરમીનો અનુભવ થાય છે અને 9 દિવસ સુધી ભારે ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠે છે. તમને જણાવી દઇએ કે, નૌતપા ઉનાળાના સૌથી ગરમ દિવસ માનવામાં આવે છે. તે દરમિયાન 9 દિવસ સુધી સૂર્ય અને પૃથ્વીના વચ્ચે અંતર ઓછુ હોય છે. જેના કારણે તાપમાનમાં અતિશય ગરમીમાં વધારો થયા છે.

fallbacks

વધુમાં વાંચો: J&K: પુલવામા જેવી ઘટનાને અંજામ આપવાનો પ્રયત્ન, સુરક્ષા દળે આતંકી ષડયંત્રને કર્યું નિષ્ફળ

તમને જણાવી દઇએ કે, આ વખતે નૌતપા 25 મેથી લઇને 3 જૂન સુધી રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસરા, નૌતપા દરમિયાન ઘણી જગ્યાઓ પર તાપમાન 47 ડિગ્રીને પાર જઇ શકે છે. જેના કારણે હવામાન વિભાગે લોકોને ઘરથી બહાર નીકળતા પહેલા સાવધાન રહેવા કહ્યું છે. જ્યોતિષાચાર્યોના જણાવ્યા અનુસાર, સૂર્યનું રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરવાથી નૌતપાની શરૂઆત થયા છે અને આ નક્ષત્ર 15 દિવસનું હોય છે. જેના કારણે શરૂઆતના 9 દિવસ નૌતપા તરીકે ઓળખાય છે. તે દરમિયાન સૂર્ય, બુધ, મંગળ અને શનિનો સમસપ્તક યોગ બને છે. જેના કારણે તાપમાનમાં ભારે ગરમીમાં વધારો થયા છે.

વધુમાં વાંચો: ઓપરેશન સફેદ સાગર: બર્ફિલા પર્વતોમાં છૂપાયેલા દુશ્મનો પર વાયુસેનાએ કર્યો હુમલો

જ્યોતિષાચાર્યોના જણાવ્યા અનુસરા, આ સમસપ્તક યોગના કારણે ભારે ગરમી પડશે. સાથે સાથે ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદનો પણ યોગ બની રહ્યો છે. પરંતુ આ ગરમીમાં કોઇ રાહત મળશે નહીં. જ્યોતિષાચાર્યોના જણાવ્યા અનુસરા, સૂર્ય જ્યારે રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરે છે, ત્યારે સૂર્ય આ નક્ષત્રને પોતાના પ્રભાવમાં આવરી છે. જેના કારણે સૂર્યના તાપમાં વધારો થયા છે અને તાપમાનમાં વૃદ્ધી થવાથી ગરમીમાં પણ વધારો થયા છે.

વધુમાં વાંચો: ગત 2 ચૂંટણી કરતા આ વખતે લોકસભામાં અપરાધી ઉમેદવારોની સંખ્યામાં વધારો

નૌતપા વિશે કહેવામાં આવે છે કે, જેષ્ઠ શુક્લ પક્ષના આદ્રા નક્ષત્રથી લઇને દસ નક્ષત્રો સુધી જો વરસાદ થયા તો, વર્ષા ઋતુમાં વરસાદ ઓછો થયા છે. જ્યારે આ નક્ષત્રમાં જો ભારે ગરમી પડે છે તો વરસાદ સારો થવાની સંભાવના રહેતી હોય છે.

જુઓ Live TV:-

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More