નવી દિલ્હીઃ ભાજપમાંથી બહાર કરાયેલા નવીન જિંદલ અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ તે પરિવાર સહિત દિલ્હી છોડીને જતા રહ્યા છે. પયગંબર મોહમ્મદ વિરુદ્ધ તેમની ટિપ્પણી પર વિવાદ શરૂ થયા બાદ જિંદલને ભાજપે પાર્ટીમાંથી બહાર કરી દીધા હતા. મહત્વનું છે કે નૂપુર શર્માની ટિપ્પણી બાદ જિંદલે સોશિયલ મીડિયા પર તેના સમર્થનમાં ટ્વીટ કર્યુ હતું.
ભાજપના પૂર્વ નેતાએ આરોપ લગાવ્યો કે તે કોઈને મળવા ગયા તો કેટલાક લોકો તેમનો પીછો કરી ચુક્યા છે. તેમણે તેની માહિતી પોલીસને આપી હતી. પોલીસે આ વાતને ગંભીરતાથી લીધી હતી, કારણ કે સોશિયલ મીડિયા પર સમાચાર ચાલી રહ્યાં હતા કે અજાણ્યા લોકોએ કથિત રીતે તેના ઘરની રેકી કરી હતી.
એક ટ્વીટ કરી ભાજપના પૂર્વ નેતાએ કહ્યું- 'મારી બધાને ફરી વિનંતી છે કે મારી અને મારા પરિવારના સભ્યોની કોઈ પણ પ્રકારની જાણકારી કોઈને આપો નહીં. મારી વિનંતી છતાં ઘણા લોકો મારા ઘરનું સરનામુ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યાં છે, કારણ કે ઇસ્લામિક કટ્ટરપંથીઓથી મારા પરિવારના જીવને ખતરો છે.'
मेरा सभी से पुनः विनम्र निवेदन है कि मेरी और मेरे परिवार के सदस्यों की किसी भी प्रकार की जानकारी किसी से भी साझा ना करें। मेरे निवेदन करने पर भी कई लोगों मेरे निवास का पता सोशल मीडिया पर पोस्ट कर रहे है।
क्योंकि इस्लामिक कट्टरपंथियों से मेरे परिवार की जान को खतरा है।
— Naveen Kumar Jindal 🇮🇳 (@naveenjindalbjp) June 11, 2022
પયગંબર પર ટિપ્પણી બાદ સતત મળી રહી છે ધમકીઓ
નવીન જિંદલે એક અન્ય ટ્વીટમાં કહ્યુ છે, હાલ મારા અને મારા પરિવારના સભ્યોની હત્યા કરવાની ધમકીઓ મળી છે. ધમકી આવનારે અમને સવારે 11:38 કલાકે +918986133931 આ નંબરથી ફોન કર્યો છે. મેં પોલીસને તેની જાણ કરી છે.
આ પણ વાંચોઃ Sonia Gandhi COVID-19: સોનિયા ગાંધી હોસ્પિટલમાં દાખલ, કોરોનાને કારણે તબીયત બગડી
મહત્વનું છે કે પયગંબર મોહમ્મદ પર વિવાદિત ટિપ્પણી બાદ સમગ્ર દેશમાં વિવાદ ઉભો થયો છે. કેટલીક જગ્યાએ હિંસક ઘટનાઓ પણ જોવા મળી છે. આંદોલનકારીઓ નૂપુર શર્મા અને નવીન જિંદલ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી તેની ધરપકડ કરવાની માંગ કરી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે