Home> India
Advertisement
Prev
Next

ISROએ બનાવ્યું નવું ગેઝેટઃ હવે તોફાન કે સુનામીમાં માછીમારોને નુકસાન નહીં પહોંચે

ઈસરોના જણાવ્યા અનુસાર આ ભારતના સ્થાનિક માછીમારો માટે ઉપગ્રહ પ્રણાલીના 8 ઉપગ્રહ પ્રણાલીનો એક સમૂહ છે, જેને 'નાવિક' નામ અપાયું છે 

ISROએ બનાવ્યું નવું ગેઝેટઃ હવે તોફાન કે સુનામીમાં માછીમારોને નુકસાન નહીં પહોંચે

ચેન્નાઈઃ તમિલનાડુની સરકારે માછીમારોના 80 જૂથને ભારતીય અંતરિક્ષ સંશોધન સંગઠન (ઈસરો) દ્વારા વિકસિત ઉપગ્રહ આધારિત સંચાર સુવિધા અંગેના 200 ઉપકરણ આપ્યા છે. તેની મદદથી માછીમારો વાવાઝોડા અને હવામાન સંબંધિત આગાહીથી માહિતકાર રહેશે. મુખ્યમંત્રી કે. પલાનીસ્વામીએ ઊંડા સમુદ્રમાં માછલી પકડવાનું કામ કરતા ચેન્નાઈ, નગાપટ્ટનમ અને કન્યાકુમારીના 7 માછીમારોના જૂથને તાજેતરમાં જ આ ગેઝેટનું વિતરણ કર્યું હતું. 

fallbacks

અમેરિકાના જીપીએસ (ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ)નો વિકલ્પ કહેવાતા 'નાવિક' (ભારતીય નૌવહન સમુહ)થી સુસજ્જ આ સંચાર ઉપકરણ માછીમારોને વાસ્તવિક સમયે અપટેડ આપતા રહેશે. ઈસરાના અનુસાર ભારતીય ક્ષેત્રીય નૌકાવનહ ઉપગ્રહ પ્રણાલી 8 ઉપગ્રહનો એક સમુહ છે, જેને 'નાવિક' નામ અપાયું છે. 

ઉલ્લેખનીય છે કે, ઈસરો દ્વારા આ આઠ ઉપગ્રહોને અવકાશમાં લોન્ચ કર્યા હતા, જેનાથી ભારતીય સમુદ્રમાં થનારી હલનચલન અંગે સચોટ માહિતી મળી રહે અને સાથે જ પોઝિશન અંગેની પણ માહિતી મળી રહે. 

fallbacks

આ ગેઝેટ ભારત અને તેની આજુબાજુના વિસ્તારોની ચોક્કસ સ્થિતી, નૌકાવહન અને સમયની માહિતી પૂરી પાડે છે. એક વરિષ્ઠ અધિકારીએ આ ઉપકરણની વિશેષતાઓનું વર્ણ કરતા જણાવ્યું કે, 'આ ઉપકરણ સાબુના આકારનું એક બોક્સ છે. તેમાં બ્લ્યુ ટૂથ પણ ફીટ કરેલું છે. કોઈ પણ એન્ડ્રોઈડ ફોન પર નાવિક એપ ડાઉનલોડ કરીને એલર્ટ મેળવી શકાય છે.' 

અધિકારીએ જણાવ્યું કે, આ ગેઝેટ મુખ્ય રીતે એક પ્રકારનું 'રિસીવર' છે, જે એલર્ટ મળતાં જ બીપ-બીપ અવાજ કરવા લાગશે. આ ગેઝેટને હોડીમાં ફીટ કરવાનું રહે છે. એન્ડ્રોઈડ ફોન સાથે સંકળાયેલું આ ગેઝેટ માછીમારોને મધદરિયા એલર્ટ કરીને તેમને હવામાન અંગેની ચેતવણી આપતું રહેશે. 

ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More