Home> India
Advertisement
Prev
Next

Navjot Singh Sidhu ફરી વિવાદોમાં ફસાયા, પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમના મોઢામાંથી 'ગાળ' નીકળી

સિદ્ધુએ કહ્યું, 'હું કહું છું કે અમારી સ્કીમ એવી નથી.. અમારી જે અર્બન ગેરંટી છે કોઈએ આપી છે ગેરંટી..@#$@@@..' અને વાત ચાલુ રાખી. ન્યૂઝ એજન્સી ANIએ ટ્વિટર પર આ મુદ્દાનો વીડિયો શેર કર્યો છે.

Navjot Singh Sidhu ફરી વિવાદોમાં ફસાયા, પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમના મોઢામાંથી 'ગાળ' નીકળી

નવી દિલ્હી: નવજોત સિંહ સિદ્ધૂ (Navjot Singh Sidhu) એકવાર ફરી વિવાદોમાં ઘેરાયા છે. પંજાબ કોંગ્રેસ ભવનમાં નવજોત સિંહ સિદ્ધૂ એક પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા, તેમાં તેઓ ચરણજીત સિંહ ચન્ની સરકારની યોજનાઓ વિશે જણાવી રહ્યા હતા. આ કોન્ફરન્સમાં પત્રકાર સવાલ જવાબ કરી રહ્યા હતા. ત્યારે તેમને રાજ્ય સરકાર દ્વારા વહેંચવામાં આવી રહેલા લેબર કાર્ડ વિશે સવાલ પુછવામાં આવ્યા, તો તેઓ ચન્ની સરકારની સ્કીમ વિશે જણાવવા લાગ્યા અને વાત વાતમાં મોઢામાંથી અભદ્ર ભાષાનો પ્રયોગ કરી બેઠા હતા.

fallbacks

સિદ્ધુએ કહ્યું, 'હું કહું છું કે અમારી સ્કીમ એવી નથી.. અમારી જે અર્બન ગેરંટી છે કોઈએ આપી છે ગેરંટી..@#$@@@..' અને વાત ચાલુ રાખી. ન્યૂઝ એજન્સી ANIએ ટ્વિટર પર આ મુદ્દાનો વીડિયો શેર કર્યો છે.

પંજાબમાં શહેરી બેરોજગારી ગામ કરતા વધારે
નવજોત સિંહ સિદ્ધૂએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે શહેરોમાં વસતા મજૂરોની પાસે નોકરીઓ નથી. પંજાબમાં શહેરી બેરોજગારી ગામ કરતા વધારે છે. ગામના મુકાબલે શહેરોમાં બેરોજગારી બેગણી છે. તેમણે જણાવ્યું હતું કે પંજાબ મોડલ શહેરી રોજગારનો વાયદો કરે છે લોકોને નોકરીની ગેરંટી આપે છે, એટલે સુધી કે બિન-કુશળ લોકોને પણ નોકરીની ખાતરી આપવામાં આવે છે.

પંજાબમાં 1% પણ કામદારો નોંધાયેલા નથી
નવજોત સિંહ સિદ્ધૂએ જણાવ્યું છે કે પંજાબમાં મજૂરોનું 1 ટકો પણ રજીસ્ટ્રેશન થયું નથી. જ્યારે સરકારને ખબર નથી કે કોણ જરૂરિયાતમંદ છે, કોણ ગરીબ છે, તો તેનો ફાયદો કોને અને કેવી રીતે થશે. આજ સુધી કોઈ સર્વે થયો નથી, તો કેવી રીતે ખબર પડે કે કોણ ગરીબ છે.

મોંઘવારીએ કામદારોની કમર તોડી
તેમણે કહ્યું કે ગેસ સિલિન્ડરની કિંમત બમણી થઈ ગઈ છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ બમણા, રાંધણ તેલની કિંમત બમણી, દાળના ભાવ બમણા. જ્યારે આ ભાવ ડબલ થાય તો મોટા લોકોને વાંધો નથી, પરંતુ જ્યારે 250-300 રૂપિયા કમાતા મજૂર ટામેટા-ડુંગળી લેવા જાય છે ત્યારે 250-300નો ખર્ચ 100 રહી જાય છે.

જેઓ એક જ કામ કરે છે, તેમનું દૈનિક વેતન એક હોવું જોઈએ. તેમણે કહ્યું કે તેમની સરકાર વેતન નક્કી કરશે. શ્રમજીવીની સામાજિક સુરક્ષા પર ભાર મૂકતાં તેમણે કહ્યું કે તમે અને હું બીમાર થઈએ તો તમારો પગાર કાપવામાં આવતો નથી, પરંતુ આ કામદારોનું શું?

હાલમાં સરકારની યોજનાઓ જણાવતા સિદ્ધુ ફરી એકવાર પોતાના જ શબ્દોમાં ઘેરાયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More