Home> India
Advertisement
Prev
Next

એર સ્ટ્રાઇક પર નવજોત સિંહ સિદ્ધૂએ પૂછ્યું, PoKમાં 300 આતંકી માર્યા કે વૃક્ષ પાડ્યા?

ભારતીય વાયુસેના તરફથી જૈશ-એ-મોહમ્મદના આતંકી અડ્ડાઓ પર કરવામાં આવેલી એર સ્ટ્રાઇક પર કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધૂએ ફરી વિવાદિત ટિપ્પણી કરી છે

એર સ્ટ્રાઇક પર નવજોત સિંહ સિદ્ધૂએ પૂછ્યું, PoKમાં 300 આતંકી માર્યા કે વૃક્ષ પાડ્યા?

નવી દિલ્હી: પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)માં ભારતીય વાયુસેના તરફથી જૈશ-એ-મોહમ્મદના આતંકી અડ્ડાઓ પર કરવામાં આવેલી એર સ્ટ્રાઇક પર કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધૂએ ફરી વિવાદિત ટિપ્પણી કરી છે. સોમવારે તેમણે ટ્વિટ કરી સવાલ કર્યો કે, પીઓકેમાં 300 આતંકી માર્યા ગયા, હા કે ના? તેમણે લખ્યું કે અર સ્ટ્રાઇકનો ઉદેશ્ય શું હતો? શું તમે આતંકીઓ માર્યા કે વૃક્ષ પાડ્યા? શું આ ચૂંટણી હથકંડા છે? તેમણે કહ્યું કે સેનાનું રાજનીતિકરણ કરવાનું બંધ કરવું જોઇએ.

fallbacks

વધુમાં વાંચો: જો અમે જંગલમાં બોમ્બ ફેક્યા હોત તો પાક PM નિવેદન કેમ આપતા?: બીએસ ધનોઆ

ત્યારે કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે પણ સોમવારે આ મુદ્દા પર સવાલ ઉઠાવ્યો હતો. તેમમે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય મીડિયાની તે રિપોર્ટનો જવાબ આપવો જોઇએ, જેમાં આ કહેવામાં આવ્યું છે કે ભારતીય વાયુસેનાની બાલાકોટમાં કરવામાં આવેલી એર સ્ટ્રાઇકમાં કદાચ જ કોઇનું મોત થયું છે. તેમણે કહ્યું કે, ‘હું પીએમ મોદીથી પુછવા ઇચ્છુ છું કે શું આતંરરાષ્ટ્રીય મીડિયા પાકિસ્તાનનું સમર્થનમાં છે? જ્યારે પણ આંતરરાષ્ટ્રીય મીડિયા પાકિસ્તાનની સામે બોલે છે ત્યારે તમે ખુશ થયા છો. શું જ્યારે તે સાવલ પુછે છે, તો શું તેઓ પાકિસ્તાનનું સમર્થન કરી રહ્યાં છે?’

વધુમાં વાંચો: અમારુ કામ આતંકીઓના અડ્ડા નષ્ટ કરવાનું છે, તેમની લાશ ગણવાનું નથી: વાયુસેના પ્રમુખ

જણાવી દઇએ કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)માં જૈશ-એ-મોહમ્મદના આતંકી અડ્ડાઓ પર ભારતીય વાયુસેના તરફથી કરવામાં આવેલી એર સ્ટ્રાઇક પર સોમવારે વાયુસેના પ્રમુખ બીએસ ધનોઆએ પણ પ્રેસ કોન્ફરેન્સ કરી હતી. તે દરમિયાન તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, ‘અમારુ કામ આતંકીઓના અડ્ડાઓને નષ્ટ કરવાનું છે, તેમની લાશ ગણવાનું નથી. તે કામ સરકારનું છે.’

વધુમાં વાંચો: પાક સામે જંગમાં રાફેલ જરૂરી હતું, તો 5 વર્ષમાં કેમ ના લાવ્યા?: માયાવતી

વાયુસેના પ્રમુખે સોમવારે આ એર સ્ટ્રાઇક પર સવાલ ઉઠાવનાર પર નિશાન સાધતા કહ્યું કે જો અમે કોઇ લક્ષ્ય સાધીએ છે, તો અમે તેને નષ્ટ કરી દઇએ છે. જો એવું ના થાય તો પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાનખાન આ એર સ્ટ્રાઇક પર પ્રતિક્રિયા કેમ આપતા. જો અમે જંગલ પર બોમ્બ ફેંક્યા હોત, તો ઇમરાન ખાન તેની પ્રતિક્રિયા કેમ આપતા.

વધુમાં વાંચો: રાજસ્થાનમાં 15 વર્ષના બાળકે ઓછા ખર્ચે બનાવી અનોખી કાર

પીઓકેમાં જૈશની સામે એર સ્ટ્રાઇકમાં ઉપયોગ કરવામાં આવેલા લડાકુ વિમાન મિરાજ 21 બાઇસનના વાયુસેના પ્રમુખ બીએસ ધનોઆએ સારા વિમાન ગણાવ્યા. તેમણે કહ્યું કે આ લડાકુ વિમાન સંપૂર્ણ રીતથી સક્ષમ છે. તેને અપગ્રેડ કરવામાં આવ્યા છે. તેમાં સારી રડાર સિસ્ટમ લગાવવામાં આવી છે. સાથે જ તે હવામાં જ હુમલો કરનાર મિસાઇલ પણ નિશાન સાધવામાં સક્ષમ છે. તેમાં સારી હથિયાર પ્રણાલી છે.

વધુમાં વાંચો: પાકિસ્તાને અખનૂર સેક્ટરમાં 4 કલાક કર્યો ગોળીબાર, ભારતે આપ્યો સણસણતો જવાબ

વાયુસેનાના પ્રમુખે કહ્યું કે, ભારતીય વાયુસેના આતંકીઓની લાશની સંખ્યા વિષય પર સફાઇ આપવાની અત્યારે સ્થિતિમાં નથી. આ મામલે સફાઇ સરકાર આપી શકે છે. અમે મોતને ગણતા નથી. અમે માત્ર તેમના અડ્ડાઓની ગણતરી કરીએ છે, જે અમે નષ્ટ કર્યા હોય છે.

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More