નવી દિલ્હી : મોહાલીમાં કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુના પોસ્ટર સામે આવ્યા છે જેમાં લખ્યું છે કે તમે રાજનીતિ ક્યારે છોડી રહ્યા છે ? અમે તમારા રાજીનામાની પ્રતિક્ષા કરી રહ્યા છે. સિદ્ધુએ એપ્રીલમાં રાહુલ ગાંધીની અમેઠીથી જીતનો સંપુર્ણ વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જો રાહુલ અહીંથી ચૂંટણી હારી ગયા તો તેઓ રાજનીતિ છોડી જશે.
રાહુલ ગાંધીએ યોગની સાથે સાથે સેનાનો પણ ઉડાવ્યો મજાક, ટ્વીટર પર લોકો ધુંવાપુંવા
23 મે બાદ જ્યારથી લોકસભાનાં પરિણામો આવ્યા છે, ત્યારથી અનેક વખત સિદ્ધુને તેના માટે ટ્રોલ કરવામાં આવી ચુક્યા છે. ટ્વીટર પર યુઝર તેનાં વચનો યાદ અપાવી રહ્યા છે. 25 મેનાં દિવસે ટ્વીટર પર હેશટેગ સિદ્ધુ ક્વિટ પોલિટિક્સ ટ્રેન્ડ કરી રહ્યું હતું. સિદ્ધુનાં પોસ્ટર સામે આવ્યા બાદ પણ યુઝર તેમના પર કેટલીક ટીપ્પણીઓ કરી રહ્યા છે.
બિહારમાં તેજસ્વી યાદવ ગુમ હોવાનાં પોસ્ટર લાગ્યા, શોધી આપનારને 5100 નું ઇનામ
Punjab: Posters with Congress leader Navjot Singh Sidhu's picture stating,'When are you quitting politics? Time to keep your words. We are waiting for your resignation,' seen in Mohali. pic.twitter.com/DtJN7dCRUw
— ANI (@ANI) June 21, 2019
કર્ણાટક: કોંગ્રેસ-જેડીએસનો કકળાટ યથાવત્ત, દેવગોડાએ કહ્યું થશે વચગાળાની ચૂંટણી
બીજી તરફ પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ સાથે પણ સિદ્ધુને ખટરાગ ચાલી રહ્યો છે. થોડા દિવસ પહેલા સમાચાર આવ્યા હતા કે તેમણે અત્યાર સુધી પોતાના નવા મંત્રાલયનો પ્રભાર નહોતો લીધો. સિદ્ધુએ હાલમાં જ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે દિલ્હીમાં મુલાકાત કરી હતી. સુત્રો અનુસાર વરિષ્ઠ કોંગ્રેસ નેતા અહેમદ પટેલને સિદ્ધુ અને કેપ્ટન અમરિંદર સિંહની વચ્ચે સુલહ કરાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. અમરિંદર સિંહ પંજાબમાં કોંગ્રેસના લોકપ્રિય નેતા છે જે સિદ્ધુ રાજ્યની બહાર પાર્ટીના મહત્વનાં પ્રચારક રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે