Home> India
Advertisement
Prev
Next

આજથી નવલી નવરાત્રિનો પ્રારંભ, જોવા મળશે ખેલૈયાઓનો થનગનાટ

માતાનો કોઇપણ ભક્ત શ્રદ્ધાપૂર્વક પૂજા અને ઉપવાસ એટલે કે કોમળ મનથી સારૂ ફળની ઇચ્છા કરશે, તો મા અંબા તેની ઇચ્છા પૂર્ણ કરશે. સમગ્ર દેશમાં શરદ નવરાત્રી ધૂમધામથી ઉજવવામાં આવે છે.

આજથી નવલી નવરાત્રિનો પ્રારંભ, જોવા મળશે ખેલૈયાઓનો થનગનાટ

નવી દિલ્હી: આજથી મા અંબાનો પર્વ નવલી નવરાત્રિનો થઈ રહ્યો છે. ગુજરાતમાં એકતરફ ભક્તિ તો બીજી તરફ રમઝટનો માહોલ જોવા મળશે. ખેલૈયાઓને આતુરતાથી જે દિવસની રાહ જોઈ રહ્યા હતા, આખરે તે દિવસ આવી ગયો. આજથી રાજ્યભરના ગરબા ગ્રાઉન્ડ પર અનેરો માહોલ જોવા મળશે. તો સવારથી જ માતાના મંદિરોમાં ભીડ જામશે. સમગ્ર દેશમાં શરદ નવરાત્રી ધૂમધામથી ઉજવવામાં આવે છે. આ વખતે નવરાત્રી ઘણા શુભ સંયોગની સાથે શરૂ થશે જે બધા લોકો માટે ફાયદાકારક સાબિત થશે.

fallbacks

કળશ સ્થાપનાનું શુભ મહૂર્ત
જ્યોતિષાચાર્ય પંડિત દીપક દુબેએ જણાવ્યું હતું કે કળશ સ્થાપના માટે સવારનો સમય સૌથી શુભ છે. કળશ સ્થાપના માટે બ્રહ્મ મહુર્તથી સવાર 7:56 વાગ્યા સુધીનો સમય સૌથી ઘણો સારો છે. આ વચ્ચે કળશ સ્થાપના કરી લેવી જોઇએ. જો આ સંભવ ન હોય તો અભિજીત મહુર્તમાં દિવસે 11:36 વાગ્યાથી બપોરના 12:24 વાગ્યા વચ્ચે કળશ સ્થાપના કરવી જોઇએ.

fallbacks

નવરાત્રી પર બની રહ્યું છે અમૃત યોગ
પંડિતોના જણાવ્યા અનુસાર આ નવરાત્રી એટલા માટે ખાસ છે, કેમકે તેની શરૂઆત ચિત્રા નક્ષત્રમાં થઇ રહી છે. ત્યારે મહા નવમીનું આગમન શ્રાવણ નક્ષત્રમાં થશે. આ દિવસે ધ્વજ યોગ બની રહ્યું છે. જેના કારણે સુખ અને વૈભાવ વધશે. આ સમયે પ્રથમ નોરતાના દિવસે ઘટ સ્થાપના થશે અને તે જ દિવસે બીજું નોરતાની ઉજવણી કરવામાં આવશે. નવરાત્રીમાં એક દિવસ ઓછો હાવા છતાં નવરાત્રી નવ દિવસની રહેશે. આ વખતે નવરાત્રીમાં રાજયોગ, દ્વિપુષ્કર યોગ, અમૃત યોગની સાથે સર્વાર્થસિદ્ધિ અને સિદ્ધિયોગનો સંયોગ પણ બની રહ્યો છે. ત્યારે 10 ઓક્ટોબરે પ્રતિપદા રવિ યોગ, 12 ઓક્ટોબરે ચતૃર્થી રવિ યોગ, 13 ઓક્ટોબરે પંચમી રવિ યોગ, 14 ઓક્ટોબર પષ્ઠી રવિ તથા સર્વાર્થસિદ્ધિ યોગ, 15 ઓક્ટોબરે સપ્તી રવિ યોગ તથા અશ્વિન માસના શુક્લ પક્ષમાં ત્રણ બુધવાર ખાસ છે.

પહેલી નવરાત્રિ મા શૈલપુત્રીના નામે...
મા દુર્ગા પહેલા સ્વરૂપમાં શૈલપુત્રીના નામથી પ્રખ્યાત છે. તેઓ નવ દુર્ગામાં પ્રથમ છે. પર્વતરાજ હિમાલયના ઘર પુત્રી રૂપમાં જન્મ લેવાના કારણે તેમનું નામ શૈલ પુત્રી પડ્યું. તેમનું વાહન વૃષભ છે. તેથી જ દેવી વૃષારુઢાના નામથી પણ પ્રખ્યાત છે. તેમના જમણા હાથમાં ત્રિશૂલ અને ડાબા હાથમાં કમળ સુશોભિત છે. તે સતીના નામથી પણ પ્રખ્યાત છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More