Home> India
Advertisement
Prev
Next

NCBએ ત્રણ શંકાસ્પદ ડ્રગ્સ પેડલરને ઝડપી પાડ્યા, બોલીવુડ કનેક્શનનું ખુલશે રહસ્ય?

અભિનેતા સુશાંત સિંહ (sushant rajput)ના મોતમાં ડ્રગ્સનો ઉપયોગની તપાસ કરી રહેલ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો એ ત્રણ શંકાસ્પદ ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી છે. ડ્રગ્સ પેડલરને તેમના બોલીવુડ કનેક્શન વિશે પૂછપરછ કરવામાં આવશે.

NCBએ ત્રણ શંકાસ્પદ ડ્રગ્સ પેડલરને ઝડપી પાડ્યા, બોલીવુડ કનેક્શનનું ખુલશે રહસ્ય?

મુંબઇ: અભિનેતા સુશાંત સિંહ (sushant rajput)ના મોતમાં ડ્રગ્સનો ઉપયોગની તપાસ કરી રહેલ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો એ ત્રણ શંકાસ્પદ ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી છે. ડ્રગ્સ પેડલરને તેમના બોલીવુડ કનેક્શન વિશે પૂછપરછ કરવામાં આવશે.

fallbacks

આ પણ વાંચો:- ડ્રગ્સ કેસમાં NCBની મોટી કાર્યવાહી, મુંબઇ અને ગોવામાં મારી રહ્યાં છે દરોડા

તમને જણાવી દઇએ કે, NCBની પૂછપરછમાં આરોપી રિયા ચક્રવર્તીએ ડ્રગ્સના સેવન મામલે 25 નામોના ખુલાસા કર્યા છે. તેમાં અભિનેત્રી સારા અલી ખાન અને રકુલ પ્રીત સિંહ પણ સામેલ છે. રિયા ચક્રવર્તીના ખુલાસા બાદ NCB આજે મુંબઇ અને ગોવામાં 7 જગ્યાઓ પર દરોડા પાડી રહી છે. NCB જાણવા માગે છે કે, ડ્રગ્સ સપ્લાયના આ ધંધામાં કોણ કોણ સામેલ છે. આ ડ્રગ્સ ક્યાંથી આવે છે અને કોણ કોણ આ ડ્રગ્સના નિયમિત ગ્રાહક છે.

આ પણ વાંચો:- રિયાએ કર્યો ખુલાસો! થાઇલેન્ડ ટ્રિપ પર સારા પણ ગઇ હતી, જ્યાં સુશાંતે...

સૂત્રોના જણાવ્યા અનુસાર આજે ચાલી રહેલા દરોડામાં NCBએ 3 શંકાસ્પદ ડ્રગ પેડલરને ઝડપી પાડ્યા છે. જો કે, તેમની પૂછપરછ કર્યા બાદ બોલીવુડ સંબંધોની તપાસ કરવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે, આ પછી શંકાના દાયરામાં આવેલી બોલીવુડ હસ્તીઓની એક-એક કરી પૂછપરછ માટે બોલવવામાં આવી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More