મુંબઇ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે નવો વળાંક સામે આવ્યો છે. NCBની પૂછપરછમાં આરોપી રિયા ચક્રવર્તી (rhea chakraborty)એ ડ્રગ્સ સેવન મામલે 25 નામોના ખુલાસા કર્યા છે. આ જાણકારી બાદ NCBની ટીમ મુંબઇ અને ગોવામાં 7 જગ્યા પર દરોડા પાડી રહી છે.
આ પણ વાંચો:- આજે ફરી તુટ્યો નવા દર્દીઓનો રેકોર્ડ, દેશમાં કોરોના કેસ 46 લાખને પાર
સૂત્રોના જણાવ્યા અનુસાર રિયા ચક્રવર્તીની પૂછપરછમાં અભિનેત્રી સારા અલી ખાન, અમિનેત્રી રકુલ પ્રીત સિંહ, સિમોન ખંભાટા, રોહિણી અય્યર અને મુકેશ છાબડાના નામ સામે આવ્યા છે. NCB જલદી જ પૂછપરછ માટે આ તમામને સમન્સ મોકલી શકે છે.
આ પણ વાંચો:- આ રાજ્યમાં આજે 1.75 કરોડ લોકો કરશે ગૃહ પ્રવેશ, પીએમ મોદી આપશે ઘરની ચાવી
તેમને જણાવી દઇએ કે, સારા અલી ખાન અભિનેતા સેફ અલી ખાન અને તેની પહેલી પત્ની અમૃતિ સિંહની પુત્રી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રિયાએ પૂછપરછમાં દાવો કર્યો કે સારા અલી ખાન પણ ડ્રગ્સ લે છે અને તેના માટે હમેશાં મિત્રો સાથે પાર્ટિ આયોજિત કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે