મુંબઇ: શિવસેના (Shivsena) ના નેતૃત્વવાળી મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી સરકારમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા અજિત પવારની ભૂમિકા અંગે હજુ પણ અસમંજસ છે. અજિત પવાર (Ajit Pawar) પોતે કહે છે કે તેઓ ભવિષ્યમાં ડેપ્યુટી સીએમ બનશે કે નહીં તે અંગે પાર્ટી પ્રમુખ શરદ પવાર (Sharad Pawar) નિર્ણય લેશે. તેમણે કહ્યું કે આજે બહુમત સાબિત થવાના કારણે અમારા ધારાસભ્યો ખુશ છે. અમે પહેલો પડાવ પાર કરી લીધો છે. હવે વિધાનસભા સ્પીકરનો વારો છે.
Maharashtra: આ 4 MLAએ ઉદ્ધવ ઠાકરેને સપોર્ટ ન કર્યો, એક નામ જાણીને તો સ્તબ્ધ થઈ થશો
મહારાષ્ટ્ર (Maharashtra) વિધાનસભામાં આજે ઉદ્ધવ ઠાકરે સરકારે બહુમત સાબિત કર્યો. 2 વાગે શરૂ થયેલી કાર્યવાહીમાં વિપક્ષના ભારે હોબાળા અને સદનમાંથી ભાજપ અને તેના ઘટક પક્ષોના વોક આઉટ વચ્ચે ઉદ્ધવ ઠાકરે સરકારે સદનમાં બહુમત સાબિત કર્યો. સદનમાં 169 ધારાસભ્યોએ ઉદ્ધવ સરકારના પક્ષમાં મતદાન કર્યું. જ્યારે વિરોધમાં એક પણ મત ન પડ્યો. આ ઉપરાંત 4 સભ્યો તટસ્થ રહ્યાં. એટલે કે તેમણે કોઈને પણ સમર્થન આપ્યું નહીં. જેમાં 2 AIMIM, 1 CPM અને એક ધારાસભ્ય MNSના હતાં. આ રીતે ઉદ્ધવ ઠાકરેની સરકારે સદનમાં બહુમત સાબિત કર્યો.
સદનમાં બહુમત સાબિત કર્યા બાદ ઉદ્ધવ ઠાકરે ( uddhav thackeray)એ વિધાનસભામાં પહેલીવાર સંબોધન કરતા કહ્યું કે છત્રપતિ શિવાજી મહારાજને વંદન કરીને હું અહીં આવ્યો છું. અમારું મહારાષ્ટ્ર છત્રપતિ શિવાજી મહારાજનું મહારાષ્ટ્ર છે. તેઓ અમારા માટે દેવતા સમાન છે. તેમણે વધુમાં કહ્યું કે દનમાં વિરોધ પક્ષ નથી. દેવેન્દ્ર ફડણવીસે જો અમે શપથ દરમિયાન શિવાજી મહારાજ, સાહૂજી મહારાજ અને ડો.ભીમરાવ આંબેડકરનું નામ લીધુ તો તેમને આપત્તિ શું છે? આ લોકો પણ હંમેશા આ મહાનુભવોના નામ લે છે. જે પ્રકારે સદનમાંથી વોકઆઉટ કરવામાં આવ્યું હું કહેવા માંગુ છું કે આ એ મહારાષ્ટ્ર નથી જે અમે ઈચ્છીએ છીએ.
આ VIDEO પણ જુઓ...
ત્યારબાદ તેમણે કહ્યું કે અમને જે મહાનુભવોના નામ શપથગ્રહણ વખતે લીધા તેના પર અમને ગર્વ છે. હું મેદાનમાં લડનારો માણસ છું. ત્યારબાદ પ્રોટેમ સ્પીકરે તમામ ધારાસભ્યોને શુભેચ્છા પાઠવી અને કહ્યું કે સદનની કાર્યવાહી આવતી કાલે સવારે 11 વાગે શરૂ થશે અને સ્પીકરની ચૂંટણી થશે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે