Home> India
Advertisement
Prev
Next

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે શિવસેનાને સમર્થન આપવા તૈયાર NCP: સૂત્ર

શરદ પવાર (Sharad Pawar)ના નેતૃત્વવાળી રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી (NCP) મહારાષ્ટ્રમાં સરકાર બનાવાઅ માટે શિવસેના (Shivsena) ને સમર્થન આપવા માટે તૈયાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એનસીપી અને શિવસેના ગઠબંધનની સરકાર બનાવશે. જ્યારે કોંગ્રેસ બહારથી સમર્થનનો વિસ્તાર કરશે.

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે શિવસેનાને સમર્થન આપવા તૈયાર NCP: સૂત્ર

મુંબઇ: શરદ પવાર (Sharad Pawar)ના નેતૃત્વવાળી રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી (NCP) મહારાષ્ટ્રમાં સરકાર બનાવાઅ માટે શિવસેના (Shivsena) ને સમર્થન આપવા માટે તૈયાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એનસીપી અને શિવસેના ગઠબંધનની સરકાર બનાવશે. જ્યારે કોંગ્રેસ બહારથી સમર્થનનો વિસ્તાર કરશે. સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી અને પવાર સોમવાર સુધી અંતિમ રૂપ આપી શકે છે. 

fallbacks

મહારાષ્ટ્રના કોંગ્રેસ ધારાસભ્ય રવિવારે શિવસેનાને સમર્થન આપવા માટે ફોન કરશે અને પાર્ટી પ્રમુખ સોનિયા ગાંધીને પોતાનો રિપોર્ટ સોંપશે. જે પછી વરિષ્ઠ નેતૃત્વ સાથે ચર્ચા કર્યા બાદ અંતિમ નિર્ણય લેશે. તમને જણાવી દઇએ કે રાજ્યના બધા કોંગ્રેસી ધારાસભ્ય હોર્સ ટ્રેડિંગના ડરથી જયપુરમાં શિફ્ટ કરી દેવામાં આવશે. ઝી મીડિયાના સૂત્રો અનુસાર શરદ પવાર મંગળવારે એનસીપીની સર્વદળીય બેઠકમાં શિવસેનાને સમર્થન આપવાના નિર્ણય પર પોતાના નવા નિમાયેલા ધારાસભ્યોની સલાહ લેશે. 

જોકે એનસીપીના 54 અને કોંગ્રેસના 44 ધારસભ્યોની સંખ્યા પ્રદેશમાં સરકાર બનાવી ન શકે. એક બીજી તસવીરની સંભાવના પર રાજકીય વળાંક લે છે તો આ તસવીર બની શકે છે. શિવસેનાના 56, એનસીપીના 56 અને બહારથી કોંગ્રેસ 44 ધારાસભ્યોના સમર્થન બળ પર નવી સરકાર રચવાનો રસ્તો બની શકે છે. 

બીજી તરફ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ ભાજપને સરકાર બનાવવાનું આમંત્રણ મોકલ્યું છે. રાજ્યપાલે 11 નવેમ્બર સુધી ભાજપને સરકાર બનાવવાને લઇને રાજભવનને સૂચિત કરવાનો સમય આપ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More