Home> India
Advertisement
Prev
Next

કાશીમાં દેખાશે NDAની એકજુટતા, PM મોદીના નામાંકનમાં નીતીશ કુમાર સહિત સામેલ થશે દિગ્ગજ નેતા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી 2019ને લઇને વારાણસીથી 26 એપ્રિલે ઉમેદવારી પત્ર ભરવા દઇ રહ્યાં છે. તે દરમિયાન રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA) તરફથી એકજુટતા દેખાડવાનો પ્રયાસ થશે.

કાશીમાં દેખાશે NDAની એકજુટતા, PM મોદીના નામાંકનમાં નીતીશ કુમાર સહિત સામેલ થશે દિગ્ગજ નેતા

વારાણસી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી 2019ને લઇને વારાણસીથી 26 એપ્રિલે ઉમેદવારી પત્ર ભરવા દઇ રહ્યાં છે. તે દરમિયાન રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA) તરફથી એકજુટતા દેખાડવાનો પ્રયાસ થશે. નોમિનેશન દરમિયાન ગઠબંધનના દરેક પ્રમુખ ઘટક દળના નેતા હાજર રહેશે. નામાંકન પત્ર ભરતા સમયે પીએમ મોદીની સાથે બિહારના મુખ્યમંત્રી અને જનતા દળ યૂનાઇટેડના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતીશ કુમાર, લોક જનશક્તિ પાર્ટી સુપ્રીમો રામવિલાસ પાસવાન, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, પ્રકાશ સિંહ બાદલ સામેલ થશે.

fallbacks

વધુમાં વાંચો: સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ચૂંટણી લડતા રોકવાની સત્તા અમારી પાસે નથીઃ NIA કોર્ટ

આ ઉપરાંત પૂર્વોત્તરના સહયોગિઓ પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. નોમિનેશનમાં અઆઇડીએમકેના નેતાની સાથે-સાથે, અપના દળના અનુપ્રિયા પટેલ અને આશીષ પટેલ ઉપરાંત અસમ ગણ પરિષદના નેતા પણ હાજરી આપશે.

લોકસભા ચૂંટણીના સમાચાર વાંચવા ક્લિક કરો...

એનડીએ નેતાઓના વારાણસી આવવાની જાણકારી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહએ આપી છે. તેમણે કહ્યું કે ગઠબંધનના દરેક ઘટક દળના વરિષ્ઠ નેતા 26 એપ્રિલે વારાણસી આવશે.

આ પહેલા અમિત શાહે વારાણસીમાં ભાજપના મીડિયા સેન્ટરનું ઉદ્ધાટનના પ્રસંગે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2014માં કાશીથી નામાંકન કર્યું અને કાશીથી સાંસદ રહ્યા અને અહીંથી સાંસદ રહી દેશનો ચારેબાજુ વિકાસ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, 25 એપ્રિલના પીએમ મોદી 2014ની જેમ વારાણસીમાં એક રોડ શો કરશે અને 26 એપ્રિલે નામાંકન નોંધાવશે.

વધુમાં વાંચો: #MODIWITHAKSHAY : PM Modi Live, અક્ષય કુમારે વડાપ્રધાન મોદીને પુછ્યા રોચક સવાલ, VIDEO

અમિત શાહે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 એપ્રિલની સવાલે 11:30 મિનિટ પર વારાણસીમાં નામાંકન નોંધાવશે. તે પહેલા 25 એપ્રિલે વારાણસીમાં લંકાથી દશાશમેઘ ઘાટ સુધી રોડ શો કરશે.

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More