નવી દિલ્હીઃ NEET PG Exam 2021: મેડિકલ કોલેજોમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ માટે યોજાનારી પરીક્ષા નીટ પીજી (NEET PG) નું આયોજન 11 સપ્ટેમ્બરે થશે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ મંગળવારે ટ્વીટ કરી આ જાણકારી આપી છે. તેમણે નીટ પરીક્ષામાં સામેલ થનારા વિદ્યાર્થીઓને શુભેચ્છા આપી છે. સોમવારે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નીટ યૂટીની પરીક્ષાની તારીખો જાહેર કરી હતી. આ વખતે નીટ પીજીની પરીક્ષા કોરોના મહામારી પ્રોટોકોલ પ્રમાણે આયોજીત કરવામાં આવશે. દર વર્ષે આ પરીક્ષામાં લાખો વિદ્યાર્થીઓ ભાગ લેતા હોય છે.
કેન્દ્રીય મંત્રીએ કર્યું ટ્વીટ
મનસુખ માંડવિયાએ મંગળવારે સાંજે ટ્વીટ કર્યુ- અમે નીટ પ્રોસ્ટ ગ્રેજ્યુએટ પરીક્ષાનું 11 સપ્ટેમ્બર 2021ના આયોજન કરવાનો નિર્ણય કર્યો છે. બધા યુવા મેડિકલ એસ્પાયરેન્ટ્સને મારી શુભકામનાઓ.
We have decided to conduct #NEET Postgraduate exam on 11th September, 2021.
My best wishes to young medical aspirants!
— Mansukh Mandaviya (@mansukhmandviya) July 13, 2021
કોરોનાને કારણે પોસ્ટપોન થઈ હતી પરીક્ષા
આ પહેલા 18 એપ્રિલે કોવિડ મહામારીને કારણે નીટ-પીજી પરીક્ષાને પોસ્ટપોન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારે સોમવારે જાહેરાત કરી હતી કે નીટ (પીજી) ની પરીક્ષા 12 સપ્ટેમ્બર 2021ના દેશભરમાં કોરોના પ્રોટોકોલનું પાલન કરતા લેવાશે. આ દરમિયાન બધા ઉમેદવારોએ માસ્ક પહેરવું પડશે અને સામાજીક અંતર જાળવવું પડશે.
આ પણ વાંચોઃ Covid India Update: દેશના કેટલાક ભાગમાં કોરોના પ્રોટોકોલનું થઈ રહ્યું છે ઘોર ઉલ્લંઘનઃ સ્વાસ્થ્ય મંત્રાલય
નીટ યૂજી પરીક્ષા માટે અરજી શરૂ
NEET UG 2021 માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા 13 જુલાઈથી શરૂ થઈ ગઈ છે. આ પરીક્ષાનું આયોજન 12 સપ્ટેમ્બરે કરવામાં આવશે. પરીક્ષા માટે વિદ્યાર્થીઓ ઓનલાઇન અરજી કરી શકે છે. સોમવારે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નીટ યૂજી પરીક્ષાની તારીખો જાહેર કરી હતી. https://neet.nta.nic.in આ વેબસાઇટ પર વિદ્યાર્થીઓ ઓનલાઇન અરજી કરી શકશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે