Home> India
Advertisement
Prev
Next

Unlock 4.0: UG, PG નું નવું કેલેન્ડર જાહેર, ફીને લઇને વાલીઓને મળી મોટી રાહત

મંત્રાલયે જે શૈક્ષણિક કેલેન્ડરને મંજૂરી આપી છે તે મુજબ પ્રથમ વર્ષના વિદ્યાર્થી માટે ક્લાસ નવેમ્બરથી શરૂ થશે અને પ્રવેશ પ્રક્રિયા 30 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે.

Unlock 4.0: UG, PG નું નવું કેલેન્ડર જાહેર, ફીને લઇને વાલીઓને મળી મોટી રાહત

નવી દિલ્હી: કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય (The Union Ministry of Education) એ મંગળવારે શૈક્ષણિક સત્ર 2020-21 માટે ગેજ્યુએટ (યૂજી) અને પોસ્ટ ગેજ્યુએટ (પીજી)ના વિધાર્થીઓ માટે સંશોધિત યૂજીસી (UGC) દિશાનિર્દેશોને મંજૂરી આપતાં નવા શૈક્ષણિક કેલેન્ડર (Academic Calendar 2020-21) જાહેર કરી દીધું છે. અત્યારે શિક્ષણ મંત્રી ડો રમેશ પોખરિયાલ નિશંક (Ramesh Pokhriyal Nishank) એ ટ્વિટર (Twitter) પર જાણકારી આપી છે. 

fallbacks

નવેમ્બરથી ક્લાસ શરૂ, 30 ઓક્ટોબર સુધી એડમિશન
મંત્રાલયે જે શૈક્ષણિક કેલેન્ડરને મંજૂરી આપી છે તે મુજબ પ્રથમ વર્ષના વિદ્યાર્થી માટે ક્લાસ નવેમ્બરથી શરૂ થશે અને પ્રવેશ પ્રક્રિયા 30 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે. તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને સલાહ આપવામાં આવી છે કે તે અઠવાડિયામાં છ દિવસ ભણાવવા માટે રાખે જેથી જે નુકસાન થયું છે, તેની ભરપાઇ થઇ શકે. મંત્રાલયે સંસ્થાઓને રજા અને વેકેશનને ઘટાડવાની સલાહ આપી છે. 

તમને જણાવી દઇએ કે પહેલીવાર 29 એપ્રિલને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે એક વૈકલ્પિક શૈક્ષનિક કેલેન્ડર જાહેર કર્યું હતું, જેમાં આ નિર્ધારિત કર્યું હતું કે યુનિવર્સિટી એક જુલાઇથી 15 જુલાઇ સુધી ફાઇનલ ઇયર અથવા ટર્મિનલ સેમિસ્ટર એક્ઝામ આયોજિત કરશે અને મહિનાના અંતમાં પરિણામ જાહેર કરશે. 

એડમિશન કેન્સલ તો પુરૂ રિફંડ
સાથે જ શિક્ષા મંત્રાલયે મંગળવારે (22 સપ્ટેમ્બર)ના રોજ જાહેરાત કરી હતી કે પ્રવેશ રદ કરતાં ફૂલ રિફંડ કરવામાં આવશે. શિક્ષણ મંત્રાલયના અનુસાર લોકડાઉનના કારણે માતા-પિતા દ્વારા નાણાકીય કઠિનાઇઓને જોતાં 30 નવેમ્બર 2020 સુધી ફીનું પુરૂ રિફંડ કરવામાં આવશે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More