Home> India
Advertisement
Prev
Next

શીખ ડ્રાઈવરને પોલીસે માર માર્યો, મુખર્જી નગરમાં હજારો લોકોએ કર્યો સ્ટેશનનો ઘેરાવો

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના મુખર્જી નગરમાં એક શીખ રીક્ષા ડ્રાઇવરે માર મારવાના મામલે ગરમાવો જોવા મળી રહ્યો છે. સોમવાર રાત્રે મુખર્જી નગર પોલીસ સ્ટેશનનો મોટી સંખ્યામાં લોકોએ ઘેરાવો કર્યો હતો. લોકોએ રીક્ષા ડ્રાઇવરને માર મારનાર પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવાની માગ કરી છે.

શીખ ડ્રાઈવરને પોલીસે માર માર્યો, મુખર્જી નગરમાં હજારો લોકોએ કર્યો સ્ટેશનનો ઘેરાવો

નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના મુખર્જી નગરમાં એક શીખ રીક્ષા ડ્રાઇવરે માર મારવાના મામલે ગરમાવો જોવા મળી રહ્યો છે. સોમવાર રાત્રે મુખર્જી નગર પોલીસ સ્ટેશનનો મોટી સંખ્યામાં લોકોએ ઘેરાવો કર્યો હતો. લોકોએ રીક્ષા ડ્રાઇવરને માર મારનાર પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવાની માગ કરી છે. એક દિવસ પહેલા રીક્ષા ડ્રાઇવર સરબજીત અને તેના પુત્રને પોલીસે માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેના કારણે સોમવાર રાત્રે મોટી સંખ્યામાં લોકોએ આ ઘટનાના વિરોધમાં પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો.

fallbacks

પ્રદર્શન કરનાર લોકોએ માગ કરી છે કે, આ ઘટનાના દોષીઓ પર તાત્કાલીક ધોરણે કાર્યવાહી કરવામાં આવે. ત્યારે તંત્રએ પરિસ્થિતીને પહોંચી વળવા માટે સીઆરપીએફ અને ફાયર બ્રિગેડની ગાડીઓ પણ બોલાવી દીધી છે. ત્યારે પ્રદર્શનકર્તાઓએ પોલીસ સ્ટેશન સામે રસ્તા પર બેસી ગયા છે. પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરતા કેટલાક પ્રદર્શનકર્તાઓના હાથમાં તલવાર પણ જોવા મળી રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, કેટલાક પ્રદર્શનકર્તાઓ પોલીસ સાથે વાત કરવા માટે સ્ટેશનની અંદર ગયા હતા. પોલીસ અને પ્રદર્શનકર્તા વચ્ચે વાતચીત થઇ, જેમાં તેમણે આરોપી પોલીસકર્મીઓ સામે તાત્કાલીક ધોરણે કાર્યવાહી કરવાની માગ કરી છે. તે દરમિયાન પ્રદર્શન સ્થળ પર અકાળી દળના નેતા અને ભાજપના નિશાન પર ચૂંટણી જીતનાર મનજિંદર સિરસા પણ આવી પહોંચ્યા હતા. જ્યાં તેમની સાથે ધક્કામુક્કી કરવામાં આવી હતી.

જુઓ Live TV:-

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More