Home> India
Advertisement
Prev
Next

International Monetary Fund એ કૃષિ કાયદા પર આપ્યું અત્યંત મહત્વનું નિવેદન, જાણો શું કહ્યું?

નવા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોનું પ્રદર્શન છેલ્લા 51 દિવસથી ચાલુ છે અને સુપ્રીમ કોર્ટે કાયદાના અમલ પર આગામી આદેશ સુધી વચગાળાની રોક લગાવેલી છે. જો કે આ બધા વચ્ચે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF)એ કૃષિ કાયદાના વખાણ કર્યા છે અને કહ્યું કે કૃષિ સુધારા માટે તે એક મહત્વપૂર્ણ પગલું છે. 

International Monetary Fund એ કૃષિ કાયદા પર આપ્યું અત્યંત મહત્વનું નિવેદન, જાણો શું કહ્યું?

વોશિંગ્ટન: નવા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોનું પ્રદર્શન છેલ્લા 51 દિવસથી ચાલુ છે અને સુપ્રીમ કોર્ટે કાયદાના અમલ પર આગામી આદેશ સુધી વચગાળાની રોક લગાવેલી છે. જો કે આ બધા વચ્ચે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF)એ કૃષિ કાયદાના વખાણ કર્યા છે અને કહ્યું કે કૃષિ સુધારા માટે તે એક મહત્વપૂર્ણ પગલું છે. 

fallbacks

Landline થી Mobile પર ફોન કરવા જઈ રહ્યા છો? તો આ મહત્વના ફેરફાર વિશે ખાસ જાણો

'કૃષિ સુધારા માટે એક મહત્વપૂર્ણ પગલું'
આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF)ના સંચાર ડાયરેક્ટર ગેરી રાઈસે (Gerry Rice, Director, IMF Communications Department) વોશિંગ્ટનમાં એક પત્રકાર સંમેલનમાં કહ્યું કે, 'અમારું માનવું છે કે ભારત સરકાર દ્વારા પસાર કરાયેલા કૃષિ કાયદા(Agriculture Laws) માં કૃષિ સુધારા માટે એક મહત્વપૂર્ણ પગલાંનું પ્રતિનિધિત્વ કરવાની ક્ષમતા છે. જો કે નવી પ્રણાલિથી જે લોકો પ્રભાવિત થઈ શકે છે તેમના માટે સામાજિક સુરક્ષાને મજબૂત કરવાની જરૂરિયાત છે.'

બિલ્લી પગે આવે છે મોત! RWA પ્રેસિડેન્ટની ધોળે દિવસે હત્યાની ઘટના CCTVમાં કેદ, હચમચાવી નાખે તેવો VIDEO

'ખેડૂતોને વધુ લાભ મેળવવામાં થશે મદદ'
રાઈસે કહ્યું કે, 'આ કાયદાથી ખેડૂતોને વિક્રેતાઓ સાથે સીધા કરાર કરવામાં અને ખેડૂતોને વચેટિયાઓની ભૂમિકા ઓછી કરીને વધારે ફાયદો મેળવવામાં વધુ મદદ મળશે. આ ઉપરાંત નવા કાયદાથી કાર્યક્ષમતા અને ગ્રામીણ વિકાસમાં પણ ફાયદો થશે.'

કોરોના ઈફેક્ટ: ગણતંત્ર દિવસ પર આ વખતે મુખ્ય અતિથિ તરીકે કોઈ વિદેશ મહેમાન નહીં હોય 

'પ્રભાવિત લોકોને સુરક્ષા આપવાની જરૂર'
IMFના પ્રવક્તાએ કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા વિરોધના સવાલ પર કહ્યું કે એ મહત્વપૂર્ણ છે કે જે લોકો આ નવી પ્રણાલિ લાગુ થવાથી પ્રતિકૂળ રીતે પ્રભાવિત થઈ શકે છે તેમને પૂરતી સામાજિક સુરક્ષા મળે. તેમણે વધુમાં કહ્યું કે પ્રભાવિત લોકો માટે નોકરી સુનિશ્ચિત કરીને તેમ કરી શકાય છે.

ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More