Home> India
Advertisement
Prev
Next

PMC બેન્ક કૌભાંડમાં મોટો ખુલાસોઃ જુઓ કેવી રીતે લોકોના પૈસાથી બનાવી સંપત્તિ

રિઝર્વ બેન્કને સબમિટ કરવામાં આવેલા 'એડવાન્સ માસ્ટર ઈન્ડેન્ટ' એટલે કે લોન એકાઉન્ટની ડિટેઈલ્સ અંગે માહિતી આપવામાં પણ મોટી હેરાફેરી કરાઈ છે. કેટલીક માહીતી છુપાવામાં આવી છે. HDILના કૌભાંડવાળા 44 એકાઉન્ટની ડિટેઇલ્સ કે લોનને નવા અને અન્ય નકલી 21049 એકાઉન્ટમાં વહેંચી નાખવામાં આવેલી બતાવાઈ છે. 

PMC બેન્ક કૌભાંડમાં મોટો ખુલાસોઃ જુઓ કેવી રીતે લોકોના પૈસાથી બનાવી સંપત્તિ

મુંબઈઃ પંજાબ-મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેન્ક લિ.() કૌભાંડમાં જેમ-જેમ પોલીસ તપાસમાં ઊંડી ઉતરતી જઈ રહી છે, તેમ-તેમ નવા-નવા કંકાળ બહાર આવી રહ્યા છે. હવે વધુ એક મોટો ખુલાસો થયો છે. ઝી ન્યૂઝ પાસે રહેલા દસ્તાવેજોમાં જાણવા મળે છે કે કેવી રીતે બેન્ક એકાઉન્ટ હોલ્ડર્સના પૈસા લઈને સંપત્તિ બનાવાઈ હતી. 

fallbacks

- બેન્કના પૂર્વ ચેરમેન વાયરામ સિંહે મુંબઈના પોશ જુહૂ વિસ્તારમાં એક જમીનનો પ્લોટ ખરીદેલો છે, જેની કિંમત રૂ.2500 કરોડ કહેવાય છે. તપાસ દરમિયાન મુંબઈ પોલીસની આર્થિક અપરાધ શાખાના ડીસીએ જાતે જઈને આ અંગે તપાસ કરી હતી. 

આમ આદમી માટે રાહતના સમાચારઃ જથ્થાબંધ ફુગાવો સપ્ટેમ્બરમાં 0.33 ટકા ઘટ્યો

- તપાસમાં વધુ એક નવું નામ બહાર આવ્યું છે- જે છે મનમોહન આહૂજા. પોલીસ આ વ્યક્તિને શોધી રહી છે. આ વ્યક્તિ ધરપકડ કરાયેલા બેન્કના પૂર્વ ચેરમેન વાયરામ સિંહનો નોર્થ ઈન્ડિયાનો ફ્રન્ટ મેન કહેવાય છે. બેન્કમાંથી પૈસા ચોરીને આ વ્યક્તિએ અમૃતસરમાં ફાઈવ સ્ટાર હોટલ ખરીદી છે, જેનું નામ લેમન ટ્રી હોટલ છે. આ ઉપરાંત તેણે ધરપકડ કરાયેલા આરોપી માટે પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં પણ ઘણી બધી પ્રોપર્ટી ખરીદી છે, જેની કિંમત લાખો કરોડ રૂપિયા થવા જાય છે. આમ, હવે આ કેસની તપાસ બીજા રાજ્યોમાં લણ લંબાશે. 

PMC બેન્ક કૌભાંડઃ HDILના માલિકોએ રાજકારણીઓને 'ગિફ્ટ'માં આપ્યા હતા 'આલિશાન બંગલા'...!!!

fallbacks

- રિઝર્વ બેન્કને સબમિટ કરવામાં આવેલા 'એડવાન્સ માસ્ટર ઈન્ડેન્ટ' એટલે કે લોન એકાઉન્ટની ડિટેઈલ્સ અંગે માહિતી આપવામાં પણ મોટી હેરાફેરી કરાઈ છે. કેટલીક માહીતી છુપાવામાં આવી છે. HDILના કૌભાંડવાળા 44 એકાઉન્ટની ડિટેઇલ્સ કે લોનને નવા અને અન્ય નકલી 21049 એકાઉન્ટમાં વહેંચી નાખવામાં આવેલી બતાવાઈ છે. 

PMC બેન્ક કૌભાંડઃ EDના દરોડામાં અલીબાગમાં મળ્યો કરોડોનો બંગલો, એરક્રાફ્ટ પણ વસાવ્યું

- રજિસ્ટ્રાર ઓફ કંપનીઝને પણ ખોટી માહિતી બતાવાઈ છે. અહીં HDILએ ન ચૂકવેલા પૈસાનો હિસાબ છુપાવાનો અપરાધ કરાયો છે. 

હવે ગ્રાહકોને 40 હજાર ઉપાડવાની છૂટ
આરબીઆઈ દ્વારા બેન્કની લિક્વિડિટી પોઝિશન ચકાસ્યા પછી હવે તેના ગ્રાહકોને રૂ.25થી 40 હજાર જેટલી રકમ ઉપાડવાની છૂટ આપી છે. આ સાથે જ આરબીઆઈએ જણાવ્યું છે કે, પીએમસી બેન્કના થાપણદારોમાંથી 77 ટકા થાપણદાર તેમની સંપૂર્ણ રકમ પણ ઉપાડી શકશે. 

ઉલ્લેખનીય છે કે, પોલીસની FIR મુજબ બેન્કમાં રૂ.4355 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ કૌભાડમાં HDILના 44 ખાતાને લોન આપવામાં આવી છે. ગોટાળો પકડાયા પછી માત્ર 10 ખાતાની તપાસ થઈ છે. 44 ખાતાની રકમ છુપાવા માટે 21,049 ડમી ખાતા બનાવાયા હતા. ચોંકાવનારી બાબત એ છે કે, આ 21,049 ડમી ખાતા બેન્કના CBS ખાતા સાથે લિન્ક કરાયા ન હતા.

જુઓ LIVE TV...

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More