Home> India
Advertisement
Prev
Next

મહારાષ્ટ્રમાં એક દિવસમાં કોરોનાના રેકોર્ડ 7,074 કેસ, કુલ સંક્રમિતોની સંખ્યા 2 લાખને પાર


3 જુલાઈએ મહારાષ્ટ્રમાં દર્દીઓની કુલ સંખ્યા 1,92,900 હતી. રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા 83,295 છે. મુંબઈમાં જ કુલ દર્દીઓની સંખ્યા 83,237 સુધી પહોંચી ગઈ છે, જ્યારે કુલ 4830 દર્દીઓ જિંદગીનો જંગ હારી ગયા છે.

 મહારાષ્ટ્રમાં એક દિવસમાં કોરોનાના રેકોર્ડ 7,074 કેસ, કુલ સંક્રમિતોની સંખ્યા 2 લાખને પાર

મુંબઈઃ મહારાષ્ટ્રમાં રાજ્ય સરકારના બધા પ્રયત્નો છતાં કોરોના સંક્રમણની ગતિમાં ઘટાડો થયો નથી. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 7 હજાર 74 રેકોર્ડ કેસ સામે આવ્યા છે. સાથે 295 લોકોના દર્દીઓના મૃત્યુ પણ થયા છે. હવે મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 2 લાખ 64 થઈ ગઈ છે. અત્યાર સુધી રાજ્યમાં 8,671 લોકોએ કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. 

fallbacks

3 જુલાઈએ મહારાષ્ટ્રમાં દર્દીઓની કુલ સંખ્યા 1,92,900 હતી. રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા 83,295 છે. મુંબઈમાં જ કુલ દર્દીઓની સંખ્યા 83,237 સુધી પહોંચી ગઈ છે, જ્યારે કુલ 4830 દર્દીઓ જિંદગીનો જંગ હારી ગયા છે. તો રાજ્યમાં શનિવારે 3395 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. એટલે કે અત્યાર સુધી રિકવર થનારા દર્દીઓનો કુલ આંકડો 1,08,082 સુધી પહોંચીગ યો છે. 

કોરોના સામે લડાઇમાં WHOએ કરી ભારતની પ્રશંસા, ડેટા મેનેજમેન્ટને લઈને આપી સૂચના

રિકવરી રેટ છે 54.02 ટકા
શનિવાર સુધી રાજ્યમાં 10,80,975  લોકોના નમૂનામાંથી 2,00,064 (18.51 ટકા) લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે રાજ્યમાં 41,566 લોકોને સરકારી ક્વોરેન્ટીનમાં રાખવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય વિભાગના રિપોર્ટ પ્રમાણે 4 જુલાઈએ મહારાષ્ટ્રમાં રિકવરી રેટ 54.02 ટકા છે. રાજ્યમાં મૃત્યુદર 4.33 ટકા છે. 

પુણેના મેયર પણ કોરોના પોઝિટિવ
પુણેના મેયર મુરલીધર મોહોલ કોરોનાથી સંક્રમિત થયા છે. તેણે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર તેની જાણકારી શેર કરી છે. પુણેના મેયર મુરલીધર મોહોલે પોતાના ટ્વીટમાં જાણકારી આપી કે તેમને થોડો તાવ આવી ગયો હતો. ટેસ્ટ કરાવવા પર તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે પોતાના સમર્થકોને વિશ્વાસ અપાવ્યો કે તે સ્વસ્થ થઈનેપરત ફરશે. હાલ તેમની સારવાર ચાલી રહી છે. 

કોરોના વેક્સીન COVAXINની પ્રીક્લિનિકલ સ્ટડી પૂરી, હવે હ્યૂમન ટ્રાયલની થશે શરૂઆત

એનસીપી કોર્પોરેટરનું કોરોનાથી મૃત્યુ
આ પહેલા એનસીપીના કોર્પોરેટર દત્તા સાનેના કોરોનાથી મોત થવાના સમાચાર સામે આવ્યા હતા. દત્તા સાને એનસીપીના જૂના નેતાઓમાંથી એક છે અને પિંપરી ચિંચવડ મહાનગરપાલિકામાં વિરોધી પક્ષના નેતા પણ રહી ચુક્યા છે. 25 જૂને તેઓ કોરોનાથી સંક્રમિત થયા હતા, ત્યારબાદથી તેમની સારવાર ચાલી રહી હતી. શ્વાસ લેવામાં મુશ્કેલીને કારણે શનિવારે તેમણે જીવ ગુમાવ્યો હતો. દત્તાના મોત બાદ અન્ય નગરસેવક પણ ડરેલા છે. 

જુઓ LIVE TV

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More